આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના મહાનગરોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને દાણીલિમડામાં કર્ફ્યું જાહેર કરાયો છે. જો કે તેને લઇને હવે સુરતમાં પણ કેટલાક સ્થળો પર કર્ફ્યું લગાવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવે તેને લઈને પોલીસ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. શહેરના 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ અંગે વિચારણા ચાલી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતાં પોલીસ કમિશનર કર્ફ્યૂ લગાવે તેવી શક્યતા છે. શહેરના ચોક, લાલગેટ, સલાબતપુરા, મહિધરપુરા પોલીસ સ્ટેશનને કર્ફ્યુંમાં આવરી લેવાશે. જો કે આ અંગે આજે ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારની સ્થિતિનો તાગ મેળવશે. આમ તાગ મેળવ્યાં બાદ આજે સાંજ સુધીમાં પોલીસ કમિશનર દ્વારા કર્ફ્યું અંગે નિર્ણય કરાશે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ગઇકાલે સુરત શહેરમાં નવા 13 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જ્યારે આજે અન્ય 3 સામે આવતા શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 61 થઇ ગઇ છે.

કોરોનાના કહેરને લઈને સુરત જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટની માગ કરી છે. જીલ્લા કલેક્ટરે સરકાર પાસે 25 કરોડની ગ્રાન્ટની માગ કરી છે. કલેક્ટરે પ્રતિક્રિયા આપી છે કે, કોરોનાના કારણે લોકડાઉન હોવાથી શ્રમિકો અને પરપ્રાંતિયોને પરેશાની થઈ રહી છે. પરપ્રાંતિઓ સુધી ભોજન પહોંચાડવું તે ચિંતાજનક છે, ભોજન માટે થતા ખર્ચને પહોંચી વળવા માટે ગ્રાન્ટની માગ કરાઈ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code