આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,માઉન્ટ આબુ

માઉન્ટ આબુ હરવા-ફરવા સાથે વિવિધ દેવસ્થાનનું મોટુ આસ્થાનું કેન્દ્ર છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી શ્રધ્ધાળુઓને સ્થાનિક ઇસમો દ્વારા ગેરમાર્ગે દોરાતા હોવાનો વિવાદ ઉભો થયો છે. મંદીરના પગથિયા વધુ સંખ્યામાં હોવાનું કહેતા શ્રધ્ધાળુઓ છેક સુધી જવાનુ ટાળી રહ્યા છે. જેથી મંદીર નજીકના વેપારીઓને ભારે હાલાકી થતી હોઇ વહીવટી તંત્રને રજૂઆત કરી છે.

માઉન્ટ આબુમાં અર્બુદા માતા અને કાત્યાયની દેવી બિરાજમાન હોઇ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. જોકે, ગાઇડો દ્વારા પર્યટકોને ધાર્મિક સ્થળની સીડીઓ બાબતે ગેરમાર્ગે દોરવામાં આવતુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં અમુક ગાઇડો મંદીરની સીડીઓ 800 કહે છે તો અમુક ગાઇડો 1000 સીડીઓ કહી યાત્રિકોને ગભરાવી રહ્યા છે. હકીકતે 300 સીડીઓ જ હોવાથી ગણીને 10 મિનીટમાં માતાના ધામ સુધી પહોંચી શકાય છે તેવુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

drda inside meter add

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગાઇડો મંદીરના પગથિયાની સંખ્યા વધુ બતાવી ચોક્કસ આશય ધરાવતા હોવાની ચર્ચા થઇ રહી છે. શ્રધ્ધાળુઓ છેક મંદીર સુધી નહી પહોંચતા વેપારીઓને પુજા અને પસાદના વેચાણમાં મોટુ ગાબડુ પડી રહ્યું છે. જેનાથી વેપારીઓમાં ભારોભાર અસંતોષ અને રોષની લાગણી બની છે. સમગ્ર મામલે સ્થાનિકોએ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રીને પત્ર લખી માંગ કરી છે કે, ગાઇડો માટે કાયદો બનાવી યાત્રિકોએ સાચી હકીકત જણાવવા હુકમ કરાય.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code