વિવાદ@બનાસકાંઠાઃ કોંગી ધારાસભ્ય ગેનીબેનનું વિવાદીત નિવેદન

અટલ સમાચાર, બનાસકાંઠા લોકસભા ચૂંટણી ચરમસીમાએ પહોંચી ગઈ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પાર્ટીઓના કાર્યકરો મતદારોને આકર્ષવા વિરોધી પાર્ટીઓના ખુલાસા બહાર પાડી રહ્યા છે. ત્યારે ભાષણ દરમિયાન રાજકીય નેતાઓ અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરતાં જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ કાણા નાણાં માટે આવા જ અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો હતો. ડીસામાં કોંગ્રેસની સભામાં વાવના
 
વિવાદ@બનાસકાંઠાઃ કોંગી ધારાસભ્ય ગેનીબેનનું વિવાદીત નિવેદન

અટલ સમાચાર, બનાસકાંઠા

લોકસભા ચૂંટણી ચરમસીમાએ પહોંચી ગઈ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પાર્ટીઓના કાર્યકરો મતદારોને આકર્ષવા વિરોધી પાર્ટીઓના ખુલાસા બહાર પાડી રહ્યા છે. ત્યારે ભાષણ દરમિયાન રાજકીય નેતાઓ અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરતાં જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ કાણા નાણાં માટે આવા જ અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ડીસામાં કોંગ્રેસની સભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે અગાઉ કહ્યું હતું કે જો ભાજપની સરકાર આવશે તો વિદેશમાં જે કોંગ્રેસી નેતાઓનું કાળું નાણું પડ્યું છે તે પાછું લાવીશું. તો ભાજપ કેમ કોંગ્રેસના નેતાઓનું કાળું નાણું પાછું ન લાવી. આ સાથે જ તેમણે અશોભનીય શબ્દનો પણ પ્રયોગ કર્યો હતો.