આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકાના સાંપાવાડા ગામે 25 વર્ષ જૂનુ બિલ્ડીંગ વિવાદનું કેન્દ્ર બની ગયુ છે. જર્જરીત બિલ્ડીંગ મામલે બેચરાજી ધારાસભ્યએ સવાલ પુછતાં નીતિન પટેલે કહયુ કે, ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી. આ તરફ સરપંચે જણાવ્યુ હતુ કે, આરોગ્ય કેન્દ્ર બન્યુ ત્યારથી ડોકટર આવ્યા નથી. જેથી 25 વર્ષથી ખંડેર બની ગયુ છે. સમગ્ર મામલે મહેસાણા જીલ્લા પંચાયતથી લઇ આરોગ્ય વિભાગમાં શંકા બની છે.

મહેસાણા જીલ્લાના બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સાંપાવાડા ગામના આરોગ્ય કેન્દ્ર મામલે વિધાનસભામાં સવાલ કરતા વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. હકીકતે સાંપાવાડા ગામમાં વર્ષ 1997-98માં સરકારી બિલ્ડીંગ બનાવવામાં આવ્યુ હતુ. બિલ્ડીંગ બન્યુ ત્યારથી એકપણ સરકારી કર્મચારી આવ્યા નથી અને શરૂઆતથી જ ખંભાતી તાળા છે.

add bjp

સરકારી બિલ્ડીંગ આરોગ્ય કેન્દ્ર હોવાનું સરપંચ જણાવી રહયા હોઇ બેચરાજી ધારાસભ્યએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો. જેના જવાબમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, સાંપાવાડા ગામમાં આરોગ્ય કેન્દ્ર જ નથી. આવી સ્થિતિમાં ગામનું બિલ્ડીંગ કયા સરકારી વિભાગ છે ? તેને લઇ ગામ અને સમગ્ર પંથકમાં મુંઝવણ અને ચિંતાનો વિષય બન્યો છે.

સમગ્ર મામલે સાંપાવાડા સરપંચ અસ્મિતા પટેલના પતિએ જણાવ્યુ હતુ કે, આરોગ્ય કેન્દ્રનું જ મકાન છે. આગામી દિવસોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળી રજૂઆત કરીશુ. સાંપાવાડામાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત થાય તો આજુબાજુના 5 થી 6 ગામોને લાભ મળી શકે તેમ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code