વિવાદ: ચીનની થશે ઘેરાબંધી, આ દેશો ભારતના સમર્થનમા આવ્યા

અટલ સમાચાર, ડેસ્ક LAC પર ભારત અને ચીન વચ્ચે સતત તણાવ ચાલુ છે. શુક્રવારે પીએમ મોદી લદાખના પ્રવાસે ગયા હતા અને સૈનિકોની હિંમત વધારી હતી. ભારત આ મુદ્દાને વાતચીતથી સુલટાવવાની તૈયારીમાં છે, પરંતુ ચીન નહીં માને તો ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આતંરરાષ્ટ્રીય સ્તર પર ચીન ચારેતરફથી ઘેરાયું છે. ભારતને ફક્ત
 
વિવાદ: ચીનની થશે ઘેરાબંધી, આ દેશો ભારતના સમર્થનમા આવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

LAC પર ભારત અને ચીન વચ્ચે સતત તણાવ ચાલુ છે. શુક્રવારે પીએમ મોદી લદાખના પ્રવાસે ગયા હતા અને સૈનિકોની હિંમત વધારી હતી. ભારત આ મુદ્દાને વાતચીતથી સુલટાવવાની તૈયારીમાં છે, પરંતુ ચીન નહીં માને તો ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આતંરરાષ્ટ્રીય સ્તર પર ચીન ચારેતરફથી ઘેરાયું છે. ભારતને ફક્ત અમેરિકા જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોનું સમર્થન છે. તો જાણીએ ભારતના પક્ષમાં કયા કયા દેશ છે. આ દેશો સરહદ વિવાદ પર ચીન પર આકરા પ્રહારો કરી ચુક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફ્રાંસ

ચીન સાથે ઘર્ષણ દરમિયાન ભારતને ફ્રાંસનું પણ સમર્થન મળ્યું છે. ફ્રાંસના રક્ષામંત્રીએ રાજનાથસિંહને પત્ર લખીને ભારતીય જવાનોની શહાદત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ફ્રાંસના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લીએ લખ્યું કે, “આ સૈનિકો, તેમના પરિવાર અને દેશ માટે મુશ્કેલ આઘાત હતો. આ મુશ્કેલની ઘડીમાં હું ફ્રાંસની સેના સાથે મારું સમર્થન જાહેર કરું છું. ફ્રાંસની સેના તમારી સાથે ઊભી છે.” નોંધનીય છે કે ભારત ફ્રાંસ સાથે 36 રાફેલ વિમાન ખરીદવાની સોદો કરી ચુક્યું છે.

અમેરિકા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચીન પર પ્રહાર કરી રહ્યા છે. તેઓ પહેલાથી જ ચીન પર કોરોના વાયરસ ફેલાવવાનો આક્ષેપ લગાવી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ સ્પષ્ટ કહી ચુક્યા છે એલએસી વિવાદ માટે ચીન જવાબદાર છે. બુધવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કાયલે મેકનેનીએ કહ્યુ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ભારત-ચીન સીમા વિવાદ માટે બેઇજિંગનું આક્રમક વલણ અને ચીનની કોમ્યુનિષ્ટ પાર્ટીનો અસલી ચહેરો જવાબદાર છે. આ સાથે જ તેમણે ભારતે ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકવાના પગલાંનું પણ સમર્થન કર્યું હતું.

ASEAN દેશ

દક્ષિણ-પૂર્વ એશિયન દેશના નેતાઓએ દક્ષિણ ચીન સમુદ્રને લઈને ચીનની ખૂબ ટીકા કરી છે. સભ્ય દેશોના નેતાઓએ કહ્યુ કે વર્ષ 1982માં થયેલા સંયુક્ત રાષ્ટ્ર સમુદ્ર સંધિ પ્રમાણે દક્ષિણ ચીન સમુદ્ર અંગે કોઈ નિર્ણય કરવો જોઈએ. ચીને તાજેતરના વર્ષોમાં રણનીતિક રૂપે મહત્ત્વપૂર્ણ આ સમુદ્ર વિસ્તાર પર પોતાનો દાવા પ્રત્યે આક્રમક વલણ અપનાવ્યું છે. ચીન તરફથી જે વિસ્તારનો દાવો કરાયો છે તેમાં આસિયાન દેશ વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ અને બ્રુનેઇ ક્ષેત્રમાં ઘૂસણખોરી જોવા મળી છે. તાઇવાને પણ આ વિવાદિત ક્ષેત્રના મોટા વિસ્તાર પર દાવો કર્યો છે.

જાપાન

જાપાને પણ સીમા વિવાદમાં ભારતનું સમર્થન કર્યું છે. જાપાને કહ્યું છે કે તેઓ નિયમંત્રણ રેખાની યથાસ્થિતિ બદલવાના કોઈ એકતરફી પ્રયાસનો વિરોધ કરે છે. જાપાને ભારતના પ્રયાસની પ્રશંસા કરી છે. ભારતમાં જાપાનના રાજદૂત સતોષી સુઝૂકીએ ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રીંગળા સાથે મુલાકાત બાદ ટ્વીટ કર્યું કે, “ભારત સરકારના શાંતિના પ્રયાસોની હું પ્રશંસા કરું છું. જાપાન ઇચ્છી રહ્યું છે કે આ વિવાદનું શાંતિપૂર્વક સમાધાન થાય.”

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકા અને ચીનના વધી રહેલા તણાવ વચ્ચે તે પોતાના સૈન્ય ખર્ચનું બજેટ વધારશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મોરિસને કહ્યુ છે કે તેઓ આગામી 10 વર્ષમાં સૈન્યનું બજેટ 270 અબજ ઓસ્ટ્રેલિયન ડૉલર કરશે. આ જાહેરાત પ્રમાણે બજેટમાં આશરે 40 ટકાનો વધારો છે.