આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એક ગામની યુવતીઓ પરિવારજનોને જાણ કર્યા વિના મહેસાણા તાલુકાના એક ગામના પોતાની જ્ઞાતિના જ યુવાને પ્રેમલગ્ન કરી લીધાં હતાં. આ પ્રેમલગ્નના ટૂંકા ગાળામાં જ તેણીનાં પરિવારજનોએ યુવતીનાં લગ્ન સામાજિક રીત રિવાજ મુજબ કાંકરેજ તાલુકાના એક ગામમાં કરાવી દીધાં હતાં. જોકે થોડાક સમય બાદ આ યુવતી બીજા નંબરના પતિને છોડી અગાઉના પ્રેમી પતિ પાસે જતી રહી હતી.

આ મામલો મહેસાણા પોલીસ બેડાના મહિલા સેલ અને ત્યારબાદ નાયબ પોલીસ વડાની કચેરીએ પહોંચ્યો હતો. સામાજિક રીતરિવાજ મુજબ કરેલાં લગ્ન જ યોગ્ય હોવાનું જણાવી યુવતીનાં પરિવારજનો મોટી સંખ્યામાં મહિલા પોલીસ મથકે પહોંચ્યાં હતાં અને તેણીનો કબજો મેળવવા પ્રયાસ કર્યા હતા. સમજાવટ છતાં આ વિવાદનો અંત આવ્યો નથી.

add bjp

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઊંઝા તાલુકાના એક ગામની પુખ્ત વયની યુવતીએ પરિવારજનોને જાણ કર્યા સિવાય મહેસાણા નજીકના એક ગામના પોતાના સમાજના યુવાન સાથે તા.16-05-2019ના રોજ પ્રેમલગ્ન કરી લીધાં હતાં. આ પ્રેમલગ્નથી અજાણ પરિવારે તેણીનાં લગ્ન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક ગામમાં સામાજિક રીત રિવાજ મુજબ કરી દીધાં હતાં.

માત્ર બે મહિનાના સમયગાળામાં આ ઘટનામાં ત્રીજો યુ ટર્ન આવ્યો હતો અને યુવતી પોતાના પ્રેમી સાથે જતી રહી હતી જેના કારણે સામાજિક પ્રતિષ્ઠા ન જોખમાય તે માટે પરિવારજનોએ પોતાની દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેણી ટસની મસ થઈ ન હતી. આ વિવાદ હજુ અધ્ધર તાલ લટકી રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code