વિવાદ@વડગામ: શાળામાં વંદે માતરમ્ નહિ ગવાતા એસપીને કરી રજૂઆત

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી) વડગામ તાલુકાના કાલેડા ગામે શાળામાં વંદેમાતરમ્ ગીત મામલે ઉભો થયેલો વિવાદ વકર્યો છે. છેલ્લા કેટલાક કલાકોથી વિડીયો વાયરલ થયા બાદ પંથકમાં રાષ્ટ્રવાદનું વાતાવરણ ગરમાયુ છે. વિડીયો સોશિયલ મિડીયામાં ફેલાઇ જતા ઉભી થયેલી ગતિવિધિથી માહોલ વધુ ગરમાયો છે. સમગ્ર મામલે પંથકના રહીશો દ્વારા એસપીને લેખિતમાં ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
 
વિવાદ@વડગામ: શાળામાં વંદે માતરમ્ નહિ ગવાતા એસપીને કરી રજૂઆત

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકાના કાલેડા ગામે શાળામાં વંદેમાતરમ્ ગીત મામલે ઉભો થયેલો વિવાદ વકર્યો છે. છેલ્લા કેટલાક કલાકોથી વિડીયો વાયરલ થયા બાદ પંથકમાં રાષ્ટ્રવાદનું વાતાવરણ ગરમાયુ છે. વિડીયો સોશિયલ મિડીયામાં ફેલાઇ જતા ઉભી થયેલી ગતિવિધિથી માહોલ વધુ ગરમાયો છે. સમગ્ર મામલે પંથકના રહીશો દ્વારા એસપીને લેખિતમાં ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

વિવાદ@વડગામ: શાળામાં વંદે માતરમ્ નહિ ગવાતા એસપીને કરી રજૂઆત

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના કાલેડા ગામમાં આવેલ અંજુમન શાળામાં 73 માં સ્વાતંત્ર પર્વ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જોકે વંદેમાતરમ્ ગીત નહિ ગવાયુ હોવાનું ધ્યાને લઇ રાજકીય અગ્રણીઓ દ્વારા 15 મી ઓગષ્ટે જ રજૂઆત કરી કારણો પૂછ્યા હતા. જેનો વિડીયો વાયરલ થતા યુવાનોમાં ચોક્કસ વિચારસરણીનું વાતાવરણ હવે જોશીલુ બન્યુ છે.

વિવાદ@વડગામ: શાળામાં વંદે માતરમ્ નહિ ગવાતા એસપીને કરી રજૂઆત

ગામના કેટલાક લોકો ભેગા મળીને પાલનપુર દોડી જઇ જિલ્લા પંચાયત સદસ્ય સાથે એસ.પી કચેરીએ લેખિતમાં રજુઆત કરી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધી કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. વિડીયોમાં બોલતા પુરૂષે કેટલાક વિવાદાસ્પદ નિવેદનો કરતા પંથકમાં નારાજગીનું વાતાવરણ પણ બન્યુ છે.

વિવાદ@વડગામ: શાળામાં વંદે માતરમ્ નહિ ગવાતા એસપીને કરી રજૂઆત

વિવાદાસ્પદ નિવેદનો બાબતે પ્રતિક્રિયા જાણતા યુવકે રાષ્ટ્રગાન મામલે હવે કશું જ નહીં કરવા રટણ કરી યુટર્ન લીધો હોવાનું મનાય છે. મેં તો એમ જ એ લોકોને કહેવા પુરતું કહેતો હોવાનું કહી આગળ કશું જ ન કરવા જણાવ્યું હતું. આ બાબતે મિડીયા દ્વારા વડગામ તાલુકા ભાજપ આગેવાનને રૂબરૂમાં મળીને પ્રતિક્રિયા જાણવાની કોશિષ કરતા આગેવાનોએ આ બાબતે મૌન ધર્યું હતું.