Geniben Thakor
પ્રતિકાત્મક તસ્વીર
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસની મહામારી વચ્ચે વાવ ધારાસભ્યએ મોવડીમંડળ સાથે વિડીયોકોલમાં વાત કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા છે. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે, રાજીવ સાતવ, અહેમદ પટેલ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે વિડીયોકોલથી ચર્ચા કરી હતી. આ સાથે પંથકના સ્થાનિક પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલી અંગે મોવડીમંડળને વાકેફ કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્યએ વર્તમાન પરિસ્થિતિને લઇ મોવડીમંડળ સાથે વિડીયો કોલથી વાતચીત કરી હતી. આ સાથે વિવિધ મુદ્દા જેવા કે, લગ્ન કરવાની મંજૂરી આપવી, નર્મદાનું પાણી લોકડાઉન હોવાથી 30/05/2020 સુધી ચાલુ રાખવું, ગુજરાતના તમામ જીલ્લામાં જે લોકો મજૂરી અર્થે ગયેલ તેમની વતન લાવવા બાબતે અને જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો રેગ્યુલર ચાલુ કરાવવા રજૂઆત કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મોવડી મંડળ સમક્ષ ધારાસભ્ય ગ્રાન્ટને બદલે એટીવીટીની ગ્રાન્ટ રદ્દ કરવા પણ વાત કરી છે. ગઇકાલે રાત્રે તેમને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ, અહેમદ પટેલ અને ભરતસિંહ સોલંકી સાથે વાતચીત કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code