રસોઇઃ લૉકડાઉનમાં ટેસ્ટી વાનગી ખાવાની ઇચ્છા છે તો બનાવો “સેવ ઉસળ”

અટલ સમાચાર, ડેસ્ક સેવ ઉસળ નાસ્તા તરીકે ખાવામાં આવતી એક વાનગી છે. સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે તથા ગુજરાતી લોકોની ફેવરિટ વાનગી છે. ગુજરાતના વડોદરાની આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સેવ ઉસળ. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રસોઇઃ લૉકડાઉનમાં ટેસ્ટી વાનગી ખાવાની ઇચ્છા છે તો બનાવો “સેવ ઉસળ”

અટલ સમાચાર, ડેસ્ક

સેવ ઉસળ નાસ્તા તરીકે ખાવામાં આવતી એક વાનગી છે. સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે તથા ગુજરાતી લોકોની ફેવરિટ વાનગી છે. ગુજરાતના વડોદરાની આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સેવ ઉસળ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

1/25 કપ – વટાણા (સૂકા)
3 મોટી ચમચી – તેલ
1 ચમચી – જીરૂ
1/2 ચમચી – રાઇ
1/2 ચમચી – હીંગ
1 નંગ – ડુંગળી (સમારેલા)
1 નંગ – ટામેટા (સમારેલા)
1/2 ચમચી – હળદર
1/2 ચમચી – ધાણા જીરૂ
1/4 ચમચી – જીરૂ પાઉડર
1 ચમચી – લાલ મરચું
સ્વાદાનુસાર – મીઠું

સજાવટ માટે

1 કપ – નાયલોન ગાંઠિયા
1 નંગ – ટામેટું
1 નંગ – ડુંગળી
2 ચમચી – કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ સેવ ઉસળ બનાવવા માટે લીલા વટાણાને આખી રાત પલાળી રાખો. હવે એક કૂકરમાં તેને 2-3 સીટી વગાડીને બાફી લો. હવે એક કઢાઇ લો તેમા તેલ ગરમ કરો. ત્યાર પછી તેમા રાઇ, જીરૂ, હીંગ ઉમેરી લો. તેને સાંતળી લો. હવે તેમા ડુંગળી, ટામેટા ઉમેરો તે નરમ થાય ત્યા સુધી સાંતળી લો. હવે તેમા મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો. હવે તેમા અધકચરા વટાણા મેશ કરીને ઉમેરો. તેમા થોડૂક પાણી ઉમેરો.હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે આ રગડાને એક બાઉલમાં નીકાળી લો અને ઉપરથી સેવ, સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો. તે સિવાય તમે ઉપરથી લસણની ચટણી, લીલી ચટણી પણ ઉમેરી શકો છો તૈયાર છે ચટાકેદાર સેવ ઉસળ..