રસોઇઃ મશીન વગર ઘરે જ બનાવો બજાર જેવી નમકીન સેવ, જાણો રીત

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) સવારે ચા સાથે નાસ્તો દરેક લોકો લેતા હોય છે. એમા પણ જો સેવ સાથ ચા કોઇ આપી દે તો એની મઝા કંઇક અલગ જ હોય છે. તો આજે આપણે ઘરે બજાર જેવી ચણાના લોટની સેવ બનાવીશું. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચણાના લોટની સેવ. જેમા ખાસ વાત એ છે
 
રસોઇઃ મશીન વગર ઘરે જ બનાવો બજાર જેવી નમકીન સેવ, જાણો રીત

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

સવારે ચા સાથે નાસ્તો દરેક લોકો લેતા હોય છે. એમા પણ જો સેવ સાથ ચા કોઇ આપી દે તો એની મઝા કંઇક અલગ જ હોય છે. તો આજે આપણે ઘરે બજાર જેવી ચણાના લોટની સેવ બનાવીશું. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચણાના લોટની સેવ. જેમા ખાસ વાત એ છે કે જેને તમે મશીન વગર પણ બનાવી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી:

2 કપ – ચણાનો લોટ
1 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – અજમો
1 ચમચી – બેકિંગ સોડા
1 ચપટી – હિંગ
1/2 ચમચી – હળદર
તળવા માટે – તેલ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત: 

સૌ પ્રથમ એક વાસણમાં દરેક સામગ્રી બરાબર મિક્સ કરી લો. તેમા એક ચમચી તેલ ઉમેરીને મિક્સ કરો. અને તેનો લોટ ગૂંથી લો તે બાદ ગેસ પર ધીમી આંચ પર પેનમાં તેલ ગરમ કરવા રાખો. સેવ બનાવવા માટે આપણે છીણીનો ઉપયોગ કરીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી લોટના મોટા લૂઆ બનાવી લો. હવે ગરમ તેલમાં લૂઆને છીણી પર ઘસી લો, એટલે સેવ પડવા લાગશે. સેવ આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે તેને નીકાળી લો તૈયાર છે ચણા લોટની ક્રિસ્પી સેવ. જેને તમે 15-20 દિવસ માટે સ્ટોર કરી શકો છો.