રસોઇઃ પિત્ઝા હવે ઘરે જ બનાવો,જાણો સંપૂર્ણ વિગતો

અટલ સમાચાર,ડેસ્ક તમે પિત્ઝા તો ખૂબ ખાધા જ હશે, ખાસ કરીને બાળક જ્યારે પણ બહાર જાય છે ત્યારે તે જંક પિત્ઝા ખાવાની ખૂબ જિદ કરતા હશે પરંતુ તમે અનહેલદી હોવાના કારણે તેની જિદ માનવાની ના પાડી દેતા હશો. આવો જાણીએ આ રેસિપી વિશે. સામગ્રી: ૨ કપ ઈડલી ઢોંસાનું બેટર અડધો કપ છીણેલું ચીઝ એક નાનો
 
રસોઇઃ પિત્ઝા હવે ઘરે જ બનાવો,જાણો સંપૂર્ણ વિગતો

અટલ સમાચાર,ડેસ્ક

તમે પિત્ઝા તો ખૂબ ખાધા જ હશે, ખાસ કરીને બાળક જ્યારે પણ બહાર જાય છે ત્યારે તે જંક પિત્ઝા ખાવાની ખૂબ જિદ કરતા હશે પરંતુ તમે અનહેલદી હોવાના કારણે તેની જિદ માનવાની ના પાડી દેતા હશો. આવો જાણીએ આ રેસિપી વિશે.રસોઇઃ પિત્ઝા હવે ઘરે જ બનાવો,જાણો સંપૂર્ણ વિગતો

સામગ્રી:

  • ૨ કપ ઈડલી ઢોંસાનું બેટર
  • અડધો કપ છીણેલું ચીઝ
  • એક નાનો કપ કાપેલી ઝીણી ડુંગળી
  • એક નાનું ટામટું ઝીણું કાપેલું
  • એક નાનું શિમલા મિર્ચ ઝીણું સમારેલું
  • ૨ મોટી ચમચી સ્વીટ કોર્ન
  • ૨ મોટી ચમચી ગાજર
  • ૨ મોટી ચમચી ચિલી સોસ
  • ૨ મોટી ચમચી ટોમેટો સોસ
  • ૧ નાની ચમચી પીસેલા કાળા મરી
  • ૨-૩ મોટી ચમચી તેલ

બનાવવાની રીતઃ-

  • બધા શાકભાજીને કાપીને મિક્સ કરી લો. એક તવો કે પેનને ગરમ કરો એક મોટી ચમચી બટર નાંખી મોટા ઢોંસાને ફેલાવો, તેને વધુ પાતળો ના થવા દો. ઢોંસાની ઉપર ટોમેટો સોસ અને ચિલી સોસ નાંખીને ફેલાવી દો. કાપેલી શાકભાજી નાંખીને પૂરી ફેલાવી દો, પછી કાળા મરીનો પાવડર અને થોડું મીંઠુ ભભરાવી દો. છીણેલું ચીઝ નાંખીને ફેલાવી દો, તવાને ઢાંકણથી બંધ કરી દો. ધીમી આંચ પર એક-બે મિનીટ સુધી ચડવા દો કે ચિઝ ગળે ત્યાં સુધી થવા દો. ઢાંકણ ખોલીને પિત્ઝાને તવામાંથી પ્લેટમાં નીકાળી લો અને ટુકડાં કરીને ટોમેટો સોસની સાથે સર્વ કરો. આ રીતે બધા બેટરથી પિત્ઝા ઢોંસા બનાવી લો અને ગરમ ગરમ જ સર્વ કરો.