રસોઇઃ ડુંગળી-લસણ વગર બનાવો ચટાકેદાર ‘પંજાબી રેડ ગ્રેવી’

અટલ સમાચાર, ડેસ્ક હાલ ડુંગળી લસણનાં ભાવ તો આસમાને પહોંચી ગયા છે. તો ગૃહીણી કઇ રીતે પંજાબી સબ્જી બનાવે. જો તમે આ જ પ્રશ્નથી પરેશાન છો તો આપણે આજે લસણ ડુંગળી વગરની પંજાબી રેડ ગ્રેવી બનાવતા શીખી લઇએ. તમે લસણ, ડુંગરી ઉમેરીને જે ગ્રેવી બનાવો છો તેટલી જ સ્વાદિષ્ટ આ ગ્રેવી પણ લાગશે. તો ફટાફટ
 
રસોઇઃ ડુંગળી-લસણ વગર બનાવો ચટાકેદાર ‘પંજાબી રેડ ગ્રેવી’

અટલ સમાચાર, ડેસ્ક

હાલ ડુંગળી લસણનાં ભાવ તો આસમાને પહોંચી ગયા છે. તો ગૃહીણી કઇ રીતે પંજાબી સબ્જી બનાવે. જો તમે આ જ પ્રશ્નથી પરેશાન છો તો આપણે આજે લસણ ડુંગળી વગરની પંજાબી રેડ ગ્રેવી બનાવતા શીખી લઇએ. તમે લસણ, ડુંગરી ઉમેરીને જે ગ્રેવી બનાવો છો તેટલી જ સ્વાદિષ્ટ આ ગ્રેવી પણ લાગશે. તો ફટાફટ શીખી લઇએ આ પંજાબી રેડ ગ્રેવી.

સામગ્રી 

250 ગ્રામ છીણેલી દૂધી
1 કપ ટામેટા ની પ્યૂરી
1 ટૂકડો આદુ2 લીલા મરચા
2 ટૂકડા તજ2 મરી
3 લવિગ
2 સૂકા લાલ મરચા
1 ટી.સ્પૂન કસૂરી મેથી
1 ચમચી મગજતરી બી
1 ચમચી કાજુ ના ટૂકડા
1 નંગ ઈલાયચી
1 ચમચી જીરૂ
1 ચમચી લાલ મરચુ પાણીમા પલાળેલુ
1 ટી.સ્પૂન હળદર
મીઠુ સ્વાદ મુજબ
4 ટે.સ્પૂન તેલ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીતઃ

એક કડાઈમાં 2 ચમચી તેલ મૂકી તેમા જીરૂ નાખી તતડે એટલે તેમાં લવિંગ, તજ-મરી, સૂકા લાલ મરચા, આદુ, લીલા મરચા, ઈલાયચી , કાજુ, મગજતરી, છીણેલી દૂધી નાખી લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો. સંતળાય પછી તેને ઠંડુ કરી જરૂર પ્રમાણે પાણી નાખી પેસ્ટ બનાવી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા બનાવેલી ગ્રેવી, હળદર, પલાળેલુ લાલ મરચુ, ટામેટો પ્યૂરી નાખી સાંતળવુ. તેલ છુટુ પડે એટલે તેમા મીઠું અને કસૂરી મેથી નાખી 2 મિનિટ સાંતળી ગેસ બંધ કરો. તો તૈયાર છે ડુંગળી લસણ વગરની પંજાબી ગ્રેવી.