રસોઇઃ લોકડાઉનમાં ઘરે જ બનાવો બજાર જેવા ટેસ્ટી મીની સમોસા

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉનમાં બજારની વસ્તુઓ ખાવાની ઇચ્છા બહુ જ થાય છે. તેવા સમયમાં ઘરે બનાવો મીની સમોસા એકદમ ટેસ્ટીઅને ચટાકેદાર. મીની સમોસા બનાવવાની રીતમાં તમારે વધારે લાવવાનું નથી ઘરમાં જ જે ચીજવસ્તુઓ છે તેનાથી બનશે મીની સમોસા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો લોટ બાંધવા સામગ્રી મેંદાનો લોટ 1 કપ તેલ 1
 
રસોઇઃ લોકડાઉનમાં ઘરે જ બનાવો બજાર જેવા ટેસ્ટી મીની સમોસા

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉનમાં બજારની વસ્તુઓ ખાવાની ઇચ્છા બહુ જ થાય છે. તેવા સમયમાં ઘરે બનાવો મીની સમોસા એકદમ ટેસ્ટીઅને ચટાકેદાર. મીની સમોસા બનાવવાની રીતમાં તમારે વધારે લાવવાનું નથી ઘરમાં જ જે ચીજવસ્તુઓ છે તેનાથી બનશે મીની સમોસા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોટ બાંધવા સામગ્રી
મેંદાનો લોટ 1 કપ
તેલ 1 ચમચી
મીઠું સ્વાદાનુસાર

સ્ટફીંગ માટે
ઝીણા સમારેલા કાંદા 1 કપ
તેલ- 1 ચમચી
જીરું – 1 ચમચી
મીઠું સ્વાદાનુસાર
મરચું પાવડર
ગરમ મસાલો
કોથમીર
ચણાનો લોટ 1 ચમચી

રીત
સૌથી પહેલા મેંદાના લોટમાં મીઠુ અને તેલ ઉમેરી કણક બાંધી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું શેકો હવે તેમાં કાંદા ઉમેરી ધીમા તાપે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે કાંદામાં અન્ય મસાલા ઉમેરો અને સાથે ચણાનો લોટ ઉમેરો. હવે આ બધી સામગ્રીને 5 મિનિટ ધીમા તાપે શેકો અને પછી પુરણને ઠંડુ થવા દો. હવે બાંધેલી કણકમાંથી નાની પુરી વણો અને તેમાં એક ચમચી સ્ટફીંગ ઉમેરી નાના સમોસા વાળી લો. ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. પછી સર્વ કરો.