આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,(કિરણબેન ઠાકોર)

આયર્નથી ભરપૂર પાલક-મકાઈની ટીક્કીથી બનાવો ખૂબ જ ટેસ્ટી બર્ગર. ..

ટીક્કી બનાવવા માટેની રીત:

1 કપ પાલક

1/2 કપ બાફેલા મકાઈ દાણા

1/2 કપ મકાઈની પેસ્ટ

પાર્સલે

બેઝિલ

મરી પાવડર

ચાટ મસાલો

2 ચમચી ચીઝ

2 ચમચી મેંદો

બર્ગર બનાવવા રીતઃ-

સૌપ્રથમ પાલકને ઝીણી સમારીને સરખી રીતે ધોઈને તેનું પાણી સરખી રીતે નીતારી લો. પછી એક બાઉલમાં ઉપર ટીક્કી માટે જણાવેલી બધી જ સામગ્રી લઈ મિક્સ કરી લો. પછી હાથ પર સહેજ ઘી લગાવી મિશ્રણમાંથી ટીક્કી બનાવી લો. હવે એક નોનસ્ટીક પેનમાં થોડું દેશી ઘી લઈ આ ટીક્કીને શેલો ફ્રાય કરી લો.

એક વાટકીમાં મેયોનીઝ, ગાજર, કોબીજ, મીઠું અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો, ત્યારબાદ બર્ગરને વચ્ચેથી કાપી ઘીમાં બંને બાજુથી શેકી લો.પછી આ બન પર સહેજ મેયોનીઝ લગાવી તેની ઉપર ડુંગળીની સ્લાઈસ મૂકો. તેની ઉપર બનાવેલી ટીક્કી મૂકી તેની ઉપર બનાવેલું મેયોનીઝનું મિશ્રણ મૂકી ઉપર બનની બીજી સ્લાઈસ મૂકી સર્વ કરો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code