રસોઇઃ શ્રાદ્ધની વિધીમાં મહત્વની ખીર, જાણો બનાવવાની સરળ રીત

અટલ સમાચાર, (કિરણબેન ઠાકોર) પૂર્વજોને મોક્ષ અપાવવા માટે તર્પણ, અનુષ્ઠાન, દાન-પુણ્ય અથવા બ્રાહ્મણોને ભોજન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરે છે. જુદા જુદા વિધિ વિધાનથી કર્મ કરીને પિતૃને તૃપ્ત કરે છે. એવું પણ માનવામાં આવે છે કે આપણે પૂર્વજોને મોક્ષ મળે તે માટે બ્રાહ્મણોને સાદુ અને સાત્વિક ભોજન ખવડાવવું જોઈએ. તેમજ મિષ્ટાનમાં ખીર અને પૂરી બનાવવી
 
રસોઇઃ શ્રાદ્ધની વિધીમાં મહત્વની ખીર, જાણો બનાવવાની  સરળ રીત

અટલ સમાચાર, (કિરણબેન ઠાકોર)

પૂર્વજોને મોક્ષ અપાવવા માટે તર્પણ, અનુષ્ઠાન, દાન-પુણ્ય અથવા બ્રાહ્મણોને ભોજન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરે છે. જુદા જુદા વિધિ વિધાનથી કર્મ કરીને પિતૃને તૃપ્ત કરે છે.

રસોઇઃ શ્રાદ્ધની વિધીમાં મહત્વની ખીર, જાણો બનાવવાની  સરળ રીત
file photo

એવું પણ માનવામાં આવે છે કે આપણે પૂર્વજોને મોક્ષ મળે તે માટે બ્રાહ્મણોને સાદુ અને સાત્વિક ભોજન ખવડાવવું જોઈએ. તેમજ મિષ્ટાનમાં ખીર અને પૂરી બનાવવી અનિવાર્ય હોય છે. કારણ કે તેને સ્વાદથી ભર્યુ અને સાત્વિક ભોજન માનવામાં આવે છે.

સામગ્રી –
દૂધ 1 લીટર,
અડધો કપ ચોખા,
100 ગ્રામ ખાંડ,
કેસર અડધી ચમચી,
કાજુ, બદામ,
પિસ્તાની કતરી
1 ચમચી ઈલાયચી

રીત –

સૌ પ્રથમ ચોખાને એક ચમચી ધી માં સેકી લો હવે, તેને થોડું પાણી નાખી ઉકાળી લો.

રસોઇઃ શ્રાદ્ધની વિધીમાં મહત્વની ખીર, જાણો બનાવવાની  સરળ રીત
file photo

કાચા-પાકા રહેવા જોઈએ. દૂધમાં ખાંડ નાખી સારી રીતે ઉકાળી લો, હવે તેમાં ઉકાળેલા ચોખા અને કેસર નાખી ઉકાળો. 10-15 મિનિટ પછી તેમાં સૂકામેવા અને વાંટેલી ઈલાયચી નાખી પાંચ મિનિટ ઉકાળી ઉતારી લો. ગરમ-ગરમ કે ફ્રીજમાં ઠંડી કર્યા પછી પરોસો.