રસોઇઃ કોરોનાના સંકટમા ઘરે જ બનાવો મોમાં પાણી લાવી દેતી, ‘ચીઝ વેજ ફ્રેન્કી’

અટલ સમાચાર, મહેસાણા રોજ એકનું એક ખાવાનું ખાઇને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે એક નવી જ ડિશ લઇને આવ્યાં છીએ. જે બાળકોથી લઇ મોટેરાને પણ ભાવશે. આજે અમે જણાવીશું કે ઘરે કેવી રીતે વેજીટેબલ ફ્રેન્કી બનાવાય. જે ખાવામાં ભાવશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય વેજીટેબલ ફ્રેન્કી.. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રસોઇઃ કોરોનાના સંકટમા ઘરે જ બનાવો મોમાં પાણી લાવી દેતી, ‘ચીઝ વેજ ફ્રેન્કી’

અટલ સમાચાર, મહેસાણા

રોજ એકનું એક ખાવાનું ખાઇને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે એક નવી જ ડિશ લઇને આવ્યાં છીએ. જે બાળકોથી લઇ મોટેરાને પણ ભાવશે. આજે અમે જણાવીશું કે ઘરે કેવી રીતે વેજીટેબલ ફ્રેન્કી બનાવાય. જે ખાવામાં ભાવશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય વેજીટેબલ ફ્રેન્કી..

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી:
4 નંગ બટેકા
1 બાઉલ ખમણેલું કોબી
5-6 ચમચી ટોમેટો સૉસ5-6 ચમચી મેયોનીઝ ચીઝ
2-3 ચીઝ ક્યુબ
5-6 ચમચી લીલી તીખી ચટણી
2-3 ચમચી ચાટ મસાલો
1/2 ચમચી ગરમ મસાલો
2 ચમચી તપકિર (પોટેટો સ્ટાર્ચ)
મીઠું સ્વાદ અનુસાર

3 ચમચા મેંદો
3 ચમચા ઘઉંનો લોટ
તેલ
બટર

રીત:

ક્ટલેસ બનાવવા માટે:
-બટેકાને બાફી મેશ કરી લો. તેમા મીઠું ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, લીલી તીખી ચટણી, તપકિર ઉમેરીને મિક્ષ કરવું. હવે આ મિક્ષણ ની લામ્બી સિલિન્ડર શેપમા ક્ટ્લેસ વાળવી. પછી નોનસ્ટીક પેનમા સેલો ફ્રાય કરી લેવી.

ફ્રેન્કીની રોટી બનાવવા માટે:

-મેદો અને ઘઉનો બને લોટ મિક્ષ કરી મીઠું અને મોણ ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો. રોટલી વણીને નોનસ્ટીકમા કાચી પાકી શેકી લેવી. બધી રોટલી તૈયાર કરી બાજુ પર રાખવી.

સર્વ કરવા માટે:

-નોનસ્ટીકમા બટર લગાવી રોટલીને શેક્વી, એક ભાગ શેકાય જાય એટલે પલટાવી ગેસ ઘીમો કરી દેવો
-હવે જે ભાગ શેકાય ગયો છે તેના પર લીલી ચટણી લગાવી, સૉસ નું લેયર કરી મેયોનેઝનું લેયર કરવું
-હવે વચ્ચે કટલેટ મૂકી, કોબીનુ છીણ પાથરી તેના પર ચીઝ ખમણી છેલ્લે ચાટ મસાલો છાંટી બને સાઇડથી ફોલ્ડ કરવી.
– તૈયાર છે ચીઝ વેજ ફ્રેન્કી તેને કેચ અપ સાથે ગરમ ગરમ સર્વ કરવું બાળકોથી લઇ મોટેરાઓ સૌને પસંદ પડશે.