રસોઇઃ કોરોનાના સંકટમાં સરળ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ચોળાની વડી

અટલ સમાચાર, ડેસ્ક રોજ-રોજ એકનું એક ખાવાનો કંટાળો આવે છે. એવામાં આજે અમે તમારા માટે એક અલગ જ રેસીપી લઇને આવ્યા છીએ. જેનું શાક બનાવવામાં આવે છે. ખાસ કરીને તમે સોયાબીનની વડીનું શાક ટ્રાય કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ચોરાની વડીનું શાક કર્યું છે. તો આવો જાણીએ કેવી રીતે બનાવાય ચોળાની વડી.. અટલ સમાચાર
 
રસોઇઃ કોરોનાના સંકટમાં સરળ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ચોળાની વડી

અટલ સમાચાર, ડેસ્ક

રોજ-રોજ એકનું એક ખાવાનો કંટાળો આવે છે. એવામાં આજે અમે તમારા માટે એક અલગ જ રેસીપી લઇને આવ્યા છીએ. જેનું શાક બનાવવામાં આવે છે. ખાસ કરીને તમે સોયાબીનની વડીનું શાક ટ્રાય કર્યું હશે, પરંતુ શું તમે ક્યારેય ચોરાની વડીનું શાક કર્યું છે. તો આવો જાણીએ કેવી રીતે બનાવાય ચોળાની વડી..

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

જરૂરિયાત મુજબ – ચોળાની દાળ
1/2 ચમચી – હળદર
1 ચમચી – વાંટેલા આદુ-મરચાં
1 ચમચી – તલ
જરૂરિયાત મુજબ – તેલ
તેલનું મોણ
1 ચમચી – લીંબનો રસ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ ચોળાની દાળને કરકરી દળાવવી, તેમા મીઠું, હળદર, વાટેલાં આદું-મરચા, તલ મિક્સ કરી લો. હવે તેમા થોડૂંક તેલનું મોણ અને થોડોક લીંબુનો રસ ઉમેરી લો. તેને બરાર મિક્સ કરી લો. હવે તેની એક પ્લાસ્ટિકની થેલી કે જૂના કાપડ પર નાની વડી મુકી દો તે બાદ તેને તડકામાં સૂકવી દો. તૈયાર છે ચોળાની વડી,. જેને તળીને તમે શાક બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.