અટલ સમાચાર, કિરણબેન ઠાકોર
ભોજનમાં રોટીનું ખૂબ જ મહત્વ હોય છે. જો રોટી સારી હશે, તેટલું જ ભોજન વધારે જમાશે. એવી જ રીતે રૂમાલી રોટી કઇ રીતે બનાવી શકાય તેના વિશે આપણે જાણીશું. બપોરનું ભોજન હોય કે પછી રાતનું ભોજન હોય ઊકડી મોદક રોટીતો ભોજનમાં ખૂબ જ સારી લાગે છે.
સામગ્રીઃઃ
-250 ગ્રામ મેંદો
– 2ચમચી ચોખાનો લોટ
-1/2 કપ ઘઉંનો લોટ
– 2 ચમચા દહીં
– 3 ટેબલસ્પૂન ઘી
– પ્રમાણસર મીઠું
-1/2 ટીસ્પૂન સોડા પાઉડર
રીત:
ત્રણે લોટ મિક્સ કરી ચાળણીથી ચાળી દો . એમાં મીઠું અને ઘી નાખી બરાબર હલાવવું. વચ્ચે ખાડો કરી સોડા પાઉડર નાખી દહીંથી કવર કરવું.


10 મિનિટ પછી બરાબર હલાવી લોટમાં મિક્સ કરી ઠંડા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો. તરત લૂઆ કરી મેંદાના અટામણથી એકદમ પાતળી રોટલી વણવી. તવી પર બે બાજુ શેકવી.
સર્વ કરવી.