રસોઇઃ લોકડાઉનમાં પાણીપુરીની યાદ બહુ આવતી હોય તો, ઘરે જ બનાવો બજાર જેવી દહીંપુરી

અટલ સમાચાર, ડેસ્ક આપણે ઘરે દહીંપુરી તો બનાવતા જ હોઇએ છીએ. પરંતુ બહાર જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે આપણે જોઇશું કે દહીંપુરી કઇ રીતે બનાવવાથી એકદમ ચટાકેદાર બને છે. લોકડાઉનમાં પાણીપુરીની યાદ બહુ આવતી હોય તો, ઘરે જ બનાવો બજાર જેવી દહીંપુરી સામગ્રી 200 ગ્રામ – બટેટા 100 ગ્રામ – બાફેલા ચણા 1 મોટી
 
રસોઇઃ લોકડાઉનમાં પાણીપુરીની યાદ બહુ આવતી હોય તો, ઘરે જ બનાવો બજાર જેવી દહીંપુરી

અટલ સમાચાર, ડેસ્ક

આપણે ઘરે દહીંપુરી તો બનાવતા જ હોઇએ છીએ. પરંતુ બહાર જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે આપણે જોઇશું કે દહીંપુરી કઇ રીતે બનાવવાથી એકદમ ચટાકેદાર બને છે. લોકડાઉનમાં પાણીપુરીની યાદ બહુ આવતી હોય તો, ઘરે જ બનાવો બજાર જેવી દહીંપુરી

સામગ્રી

200 ગ્રામ – બટેટા
100 ગ્રામ – બાફેલા ચણા
1 મોટી ચમચી – લીલા મરચાની પેસ્ટ
1 કપ – તીખી બુંદી(મમરી)1/2 કપ – સમારેલી ડુંગળી
1/2 કપ – લસણની ચટણી
1/2 કપ – કોથમીર –ફુદીનાની ચટણી
1 કપ – ગળ્યું દહીં
1 ચમચી – જીરાનો પાઉડર
1/2 ચમચી – સંચળ
2 ચમચી – સમારેલી કોથમીર
1/2 કપ – ઝીણી સેવ
30 નંગ – પકોડી
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ બાફેલા બટેટા અને ચણાને એક બાઉલમાં લઈને બરાબર મસળી લો. આમ કરવાથી પકોડી જેવો જ માવો તૈયાર થઈ જશે. માવો મસળી લો પછી તેમાં લીલા મરચાની પેસ્ટ, મીઠું, લાલ મરચુ અને તીખી બૂંદી ઉમેરીને બરાબર મિક્સ કરો.
પાણીપુરીની પુરીમાં વચ્ચે કાંણુ પાડો. તેમાં બટેટાનું મિશ્રણ ભરો અને તેના પર ડુંગળી ભભરાવો. હવે તેમા ગળ્યું દહીં ઉમેરો. ત્યાર પછી કોથમીર-ફૂદીનાની લીલી ચટણી અને લસણની ચટણી ઉમેરો. છેલ્લે ફરીથી દહીં ઉમેરો. આ રીતે બધી જ પૂરીમાં માવો અને ચટણીઓ ઉમેરાઈ જાય પછી તેના પર જીરુ પાવડર, લાલ મરચુ અને સંચળ ઉમેરો ત્યાર બાદ ઉપરથી સેવ ભભરાવો. તેના પર તમે ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી શકો છો. તૈયાર છે સ્વાદિષ્ટ દહીં પુરી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લૉકડાઉનમાં પુરી પણ તમે ઘરે જ બનાવી શકો છો. તો જોઇએ પુરી બનાવવાની રીત

સામગ્રી :

નાની સોજી (1 કપ)
મેદો (1 ચમચી)
મીઠું( 1/2 ચમચી)
ગરમ પાણી (1/2 કપ)
તળવા માટે તેલ

બનાવવાની રીત :

ઉપર જણાવેલ સામગ્રીઓને ભેગી કરી થોડીક કઠણ કણક બાંધી લો. આ પુરી ના લોટ ને 20 મિનિટ સુધી રહેવા દો. પછી બનાવી પુરી તળી ને 2 કલાક સુધી બહાર રાખવી.