રસોઇઃ આ રીતે ઘરે બનાવો બજાર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ ‘શ્રીખંડ’

અટલ સમાચાર, ડેસ્ક શ્રીખંડ એક એવું મિષ્ઠાન છે જે દહીં માંથી બને છે. આ બનાવવા માટે તેને પકવવાની જરૂર નતી પડતી. તે તહેવાર હોય ઉપવાસ હોય કે પછી એમજ ઇચ્છા હોય તો પણ સહેલાઇથી બનાવી શકાય છે અને પીરસી શકાય છે. ખાસ વાત તો એ છે કે, આ શ્રીખંડને આપ 15 દિવસ સુધી સ્ટોર કરી
 
રસોઇઃ આ રીતે ઘરે બનાવો બજાર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ ‘શ્રીખંડ’

અટલ સમાચાર, ડેસ્ક

શ્રીખંડ એક એવું મિષ્ઠાન છે જે દહીં માંથી બને છે. આ બનાવવા માટે તેને પકવવાની જરૂર નતી પડતી. તે તહેવાર હોય ઉપવાસ હોય કે પછી એમજ ઇચ્છા હોય તો પણ સહેલાઇથી બનાવી શકાય છે અને પીરસી શકાય છે. ખાસ વાત તો એ છે કે, આ શ્રીખંડને આપ 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો તે બગડશે નહીં. શ્રેષ્ઠ શ્રીખંડ બનાવવા માટે તાાજ દહીનો ઉપયોગ કરવો

સામગ્રી

1 કીલો તાજુ દહી, 3/4 કપ દળેલી ખાંડ કેસરનાં તાંતણા, 1 ટેબલ સ્પૂન દૂધમાં ભેળવીને રાખવા, 2 ચમચી ઇલાયચી પાવડર, ગાર્નિશીંગ માટે બદામ અને પિસ્તાની કતરણ.

રીત-

દહીને એક સુતરાઉ કપડામાં બાંધીને 3 કલાક સુધી ઠંડી જગ્યા પર લટકાવી રાખો. દહીંનું બધુ જ પાણી નીકળી જવા દો. આ કપડામાં દહી બાંધો ત્યારે નીચે એક વાસણ મુકવું. નહીં તો રસોડુ ચીકણું થઇ જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવે આ દહી ચક્કા જેવું થઇ જશે. આ ચક્કા દહીને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં ખાંડ કેસર અને ઇલાઇચી પાઉડર ભેળવી દો. અને આ મિશ્રણને મુલાયમ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો અથવા તો હાથથી હલાવો.. તૈયાર છે તમારો શુદ્ધ બજારને પણ ટક્કર મારે તેવો શ્રીખંડ

આ શ્રીખંડને બદામ અને પિસ્તાની કતરણથી સજાવીને સર્વ કરો. શ્રીખંડની આ રેસિપી અને તસવીરો તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (શ્રીખંડની આ રેસિપી અને તસવીરો તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.