રસોઇઃ લોકડાઉનમાં આ 3 ટ્રીક્સથી ખાસ રીતે બનાવો પાણીપુરીની પૂરી

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉનમાં ઘરે રહીને નવી નવી વાનગી ખાવાનું મન થાય છે , તેમાં પાણીપુરી તો સૌથી પ્રિય હોય છે પરંતુ આ લોકડાઉનમાં પાણીપૂરી ની પૂરી મળવી બહુ મુશ્કેલ હોય છે તો આજે આપને બહાર જેવીજ પૂરી બનાવવા માટે આ 3 ટ્રીક્સ અપનાવીશું . સામગ્રીઃ સુજી – 200 ગ્રામ તેલ – પા કપ પાણી
 
રસોઇઃ લોકડાઉનમાં આ 3 ટ્રીક્સથી ખાસ રીતે બનાવો પાણીપુરીની પૂરી

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉનમાં ઘરે રહીને નવી નવી વાનગી ખાવાનું મન થાય છે , તેમાં પાણીપુરી તો સૌથી પ્રિય હોય છે પરંતુ આ લોકડાઉનમાં પાણીપૂરી ની પૂરી મળવી બહુ મુશ્કેલ હોય છે તો આજે આપને બહાર જેવીજ પૂરી બનાવવા માટે
આ 3 ટ્રીક્સ અપનાવીશું .

સામગ્રીઃ

સુજી – 200 ગ્રામ
તેલ – પા કપ
પાણી જરૂરિયાત અનુસાર
મીઠું સ્વાદ અનુસાર

રીતઃ

પાણીપુરી બનાવવા માટે સૌપ્રથમ સુજીનો લોટ એક વસણમાં લો ત્યારબાદ તેમાં થોડું તેલ મિક્સ કરી ને બરોબર હલાવી દો. ત્યારપછી થોડું હુફાડું પાણી અને જરૂરિયાત અનુસાર મીઠું લઇ લોટ બાંધી લો અને લોટને 20 -25 મિનીટ જેટલો રાખી મુકો. ત્યારબાદ લોટને રાખી મુક્યા બાદ 5 મિનીટ સુધી મસળી લો. યાદ રાખો લોટ જેટલો ચીકણો હશે તેટલી પૂરી સારી રીતે ફૂલશે અને હવે આ લોટના નાના નાના ગુલ્લા કરી ગોળ પુરીઓ વણો. તમારેએ બાબતનું દયાન રાખવાનું છે કે તેલ મૂકી સાથે સાથે તળવાની પણ રહેશે અને આ પુરી ને સોનેરી રંગ થાય ત્યાં સુધી તળો . અને તમારી ક્રીપસી અને ફૂલેલી પાણીપૂરી તૈયાર છે અને આનો આનંદ માંણો .