રસોઇઃ વરસાદી મોસમમા આ રીતે બનાવો ચણાની દાળનાં ‘દાળ વડા’

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) વરસાદી માહોલ જામે એટલે ગરમાગરમ દાળવડા પહેલા યાદ આવે. તો ચાલો અમે તમારા માટે આજે દાળવડા બનાવાની રેસિપી લઇ આવ્યા છીએ. વરસાદ સાથે આપણે મોટાભાગે કંઇક તીખુ અને સ્વાદિષ્ટ ખાવાનું પસંદ કરીએ છીએ. તો આજે અમે તમને ચણા દાળના વડા બનાવતા શીખવાડશું જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આવો
 
રસોઇઃ વરસાદી મોસમમા આ રીતે બનાવો ચણાની દાળનાં ‘દાળ વડા’

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

વરસાદી માહોલ જામે એટલે ગરમાગરમ દાળવડા પહેલા યાદ આવે. તો ચાલો અમે તમારા માટે આજે દાળવડા બનાવાની રેસિપી લઇ આવ્યા છીએ. વરસાદ સાથે આપણે મોટાભાગે કંઇક તીખુ અને સ્વાદિષ્ટ ખાવાનું પસંદ કરીએ છીએ. તો આજે અમે તમને ચણા દાળના વડા બનાવતા શીખવાડશું જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આવો જાણીએ તેને બનાવવાની રીત.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી –

ચણા દાળ : 1 (250ગ્રામ), મગની દાળ : 1/5 કપ, ચોખા : 1 ચમચી, અડદ દાળ : 1/4 કપ, લીલા મરચા : 4 થી 5, લસણ : 8 થી 10, આદુ : 1/4 નાનો ટુકડો, પાણી : 2 કપ, મીઠું : સ્વાદ મુજબ તેલ : તળવા માટે

રીત –

સૌપ્રથમ ચણા, મગ અને અડદની દાળ તેમજ ચોખાને એક વાસણમાં મિક્સ કરીને પાણીથી બરોબર ધોઈ નાંખો. પછી તેને 6થી 7 કલાક પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં પીસી લો અને પીસતી વખતે એમાં લીલા મરચાં, લસણ અને આદુ નાંખી દો. વધારે તીખું ખાવુ હોય તો વધારે મરચાં નાંખી શકો છો. વાટતી વખતે પાણી જરૂર પડે તો એડ કરવું અને દાળ થોડી અચકચરી રાખવી જેથી ખાવામાં થોડુ ક્રંચી લાગે છે.

પીસાય જાય એટલે દાળવડાના ખીરાને 1 કલાક માટે મૂકી દો. પછી એમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને એક વાર બરાબર મિક્સ કરી દો. પછી તળવા માટે ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. પછી દાળવડા તળી લો અને દાળવડા તળતી વખતે એને હલાવતા રહો જેથી બધી બાજુથી સરખી રીતે તળાય જાય. થોડા ક્રિસ્પી તળાય તો ખાવામાં સારા લાગે. તળાઇ જાય એટલે એને ડુંગળી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ દાળવડા. આને તમે ગરમાગરમ ચા સાથે પણ ખાઇ શકો છો.