આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉનમાં જો શાક લેવા બહાર ન નીકળી શકો તો આ ચટણીને તમે રોટલી કે બ્રેડ સાથે ખાઇ શકો છો. લીલાં ટામેટાની ચટણી બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં લાગે છે બહું સ્વાદિષ્ટ. તો જોઈએ લીલાં ટામેટાની ચટણી.

સામાગ્રીઃ

5 નંગ લીલાં ટામેટાં, 1 નાનું સફરજન
3 ટે. સ્પૂન ખાંડ.
મીઠું, મરી, 1 ટી. સ્પૂન બારીક સમારેલું લીલું મરચું, 1 ટે. સ્પૂન વિનેગાર.
કટકો આદું, 1 ટી. સ્પૂન લીંબુનો રસ, 2 લવિંગ, ટુકડો તજ.

રીતઃ

ટામેટાં, સફરજન તથા કાંદાને સમારવાં. આને ક્રશ કરી પ્યૂરી તૈયાર કરવી.
વિનેગાર, ખાંડ, આદુંનું છીણ, લીલું મરચું તથા તજ-લવિંગ ભેગાં કરવાં.
તેમાં પ્યૂરી, મીઠું, મરી નાંખી ઉકાળવું. હલાવતા રહી ચટણી જેવું ઘટ્ટ બનાવવું.
નીચે ઉતારી તજ, લવિંગ દૂર કરવાં, લીંબુનો રસ ઉમેરવો.
ચટણી ઠંડી પડે બોટલમાં ભરીને ફ્રીજમાં રાખવી. જરૂર મુજબ વાપરવી
આ ચટણીને તમે સેન્ડવીચ બનાવવામાં પણ વાપરી શકો છો. આ સાથે બાળકોન અને મોટાને રોટલી કે બ્રેડ પર લગાવીને પણ નાસ્તામાં આપી શકો છો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code