રસોઇઃ વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચોરાફળી બનાવવાની સરળ રીત જાણો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) આપણા ઘરોમાં રોજિંદા આહારમાં રોટલી લેવાતી જ હશે અને એટલે જ દરેક ઘરોમાં રોટલી બનતી પણ હશે, પણ ઘણીવાર એવું બને કે બનાવેલી રોટલી વધી પડે છે અને પછી કોઈ એ ઠંડી રોટલી ખાતું નથી. એટલે એ રોટલીનું કઈંકને કઈંક કરવું પડે છે. તો આજે તમારી માટે લાવ્યા છીએ વધેલી
 
રસોઇઃ વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચોરાફળી બનાવવાની સરળ રીત જાણો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

આપણા ઘરોમાં રોજિંદા આહારમાં રોટલી લેવાતી જ હશે અને એટલે જ દરેક ઘરોમાં રોટલી બનતી પણ હશે, પણ ઘણીવાર એવું બને કે બનાવેલી રોટલી વધી પડે છે અને પછી કોઈ એ ઠંડી રોટલી ખાતું નથી. એટલે એ રોટલીનું કઈંકને કઈંક કરવું પડે છે. તો આજે તમારી માટે લાવ્યા છીએ વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચોરાફળી બનાવવાની રેસિપી, એટલે હવે ચિંતા કરવાની જરૂર નથી, જો રોટલી વધે તો તમે એની ચોરાફળી બનાવી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રીઃ

વધેલી રોટલી 5 નંગ
લાલ મરચું 1 ચમચી
સંચળ 1/2 ચમચી
તેલ તળવા માટે

રીતઃ

સૌપ્રથમ રાતની અથવા તો સવારની વધેલી રોટલીને ફેંકી ન દેવાની એમાંથી ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ શકે છે.
રોટલીને ચોરાફળીના શેપમાં કટ કરી લો અને તેલ ગરમ થાય એટલે તળી લો રોટલી જલ્દી તળાઈ જશે એટલે એને વધારે ટાઈમ સુધી તળવી નહિ. થોડી ક્રિસ્પી થાય એટલે કાઢી લો પછી સંચળ અને મરચું મિક્સ કરીને બનાવેલો મસાલો એના ઉપર ભભરાવી દો તૈયાર છે ક્રિસ્પી નાસ્તો.