રસોઇઃ લોકડાઉનમાં ઘરે બેસીને નવી આઇટમ બનાવતાં શીખો “પોહા બોલ્સ”

અટલ સમાચાર, ડેસ્ક નાસ્તા માટે હેલ્ધી ઓપ્શન છે પોહા. દરેક ગુજરાતીના ઘરમાં આ વસ્તુ બનતી જ હોય છે. પરંતુ ઘણીવાર પરીવારના સભ્યોની ફરિયાદ હોય છે તે તેમને એકને એક નાસ્તો કરી કંટાળો આવે છે. તો પછી તમે પણ આપી દો હેલ્ધી પોહાને ટેસ્ટી ટ્વીસ્ટ આ રીતે. સામગ્રી પોહા – 1 કપ બ્રેડ ક્રંમ્સ – 1
 

અટલ સમાચાર, ડેસ્ક

નાસ્તા માટે હેલ્ધી ઓપ્શન છે પોહા. દરેક ગુજરાતીના ઘરમાં આ વસ્તુ બનતી જ હોય છે. પરંતુ ઘણીવાર પરીવારના સભ્યોની ફરિયાદ હોય છે તે તેમને એકને એક નાસ્તો કરી કંટાળો આવે છે. તો પછી તમે પણ આપી દો હેલ્ધી પોહાને ટેસ્ટી ટ્વીસ્ટ આ રીતે.

સામગ્રી

પોહા – 1 કપ
બ્રેડ ક્રંમ્સ – 1 કપ
લીલા મરચાં
ડુંગળી – 1 કપ
કપ્સેકમ – 1
દહીં – 2 ચમચી
ચાટ મસાલો- 1 ચમચી
નમક સ્વાદાનુસાર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીત

સૌથી પહેલા ડુંગળી અને કેપ્સિકમને ઝીણા સમારી લો. હવે પોહાને ધોઈ અને સાફ કરો. હવે એક મોટા બાઉલમાં પોહા સહિતની દરેક સામગ્રી ઉમેરી દો. આ મિશ્રણને 10 મિનિટ સેટ થવા દો અને પછી તેમાંથી બોલ્સ બનાવી ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. તળાયેલા બોલ્સ પર ચાટ મસાલો છાંટી સર્વ કરો.