રસોઇઃ લોકડાઉનમાં ઘરે જ એકદમ સરળ રીતથી બનાવો કોલ્ડ કોકો

અટલ સમાચાર, ડેસ્ક હાલ દેશમાં 3 મે સુધી લોકડાઉન છે. ત્યારે દરેક પ્રકારની ખાણી-પીણીની દુકાનો હાલ બંધ છે અને હવે ઉનાળાએ પણ જોર પકડ્યું છે. ત્યારે આ સીઝનમાં ઠંડી વસ્તુઓ ખાવી વધુ ગમતી હોય છે. એમાં પણ બજારના ઠંડા ફ્લેવર્ડ મિલ્ક, મિલ્ક શેક, આઈસક્રીમ, કોલ્ડ કોકો તો હાલ મળી નહીં શકે. જેથી આજે અમે તમને
 
રસોઇઃ લોકડાઉનમાં ઘરે જ એકદમ સરળ રીતથી બનાવો કોલ્ડ કોકો

અટલ સમાચાર, ડેસ્ક

હાલ દેશમાં 3 મે સુધી લોકડાઉન છે. ત્યારે દરેક પ્રકારની ખાણી-પીણીની દુકાનો હાલ બંધ છે અને હવે ઉનાળાએ પણ જોર પકડ્યું છે. ત્યારે આ સીઝનમાં ઠંડી વસ્તુઓ ખાવી વધુ ગમતી હોય છે. એમાં પણ બજારના ઠંડા ફ્લેવર્ડ મિલ્ક, મિલ્ક શેક, આઈસક્રીમ, કોલ્ડ કોકો તો હાલ મળી નહીં શકે. જેથી આજે અમે તમને ઘરે જ સુરતનો ફેમસ કોલ્ડ કોલો બનાવતા શીખવાડીળશું. આ 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને પછી તમે ફ્રીજમાં ચિલ્ડ કરીને કોલ્ડ કોકો પી શકો છો. આ માત્ર 5 સામગ્રીમાં જ બની જશે. જો એકવાર તમે ઘરમાં બનાવશો તો બજારના કોલ્ડ કોકોને ભૂલી જશો, તેની ગેરંટી. તો ચાલો બનાવી લો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

1 લિટલ દૂધ
3 ચમચી વેનિલા કસ્ટર્ડ પાઉડર
4 ચમચી કોકો પાઉડર
10-12 ચમચી ખાંડ
થોડાં બદામ-કાજુ કતરેલાં

રીત

સૌથી પહેલાં એક તપેલીમાં દૂધ કાઢી તેને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો અને વચ્ચે હલાવતા રહો. હવે એક બાઉલમાં અડધો કપ દૂધ લઈને તેમાં 3 ચમચી વેનિલા કસ્ટર્ડ પાઉડર અને 4 ચમચી કોકો પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે દૂધને જોઈશું. દૂધ ઉકળી રહ્યું હોય ત્યારે ગેસ સ્લો રાખીને 10-12 ચમચી ખાંડ નાખીને હલાવો. પછી તેમાં તૈયાર કોકો પાઉડરનું મિક્ચર એડ કરીશું.

આ થોડું થોડું એડ કરીને સતત હલાવતા રહેવું. પછી 4 મિનિટ સુધી દૂધ ઉકળવા દઈએ. હવે દૂધને ઠંડો કરીને ફ્રીજમાં 1 કલાક મૂકી દો. પછી તેને સર્વ કરતી વખતે તેમાં ડ્રાય ફ્રુટ્સ અને કેટબરીના થોડાં ટુકડા નાખી દો. બસ તૈયાર છે ઠંડો ઠંડો કોલ્ડ કોકો.