રસોઇઃ ઘઉંનાં લોટમાંથી બનાવો સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ, એકદમ સોફ્ટ

અટલ સમાચાર, ડેસ્ક અત્યારે લૉકડાઉન ચાલે છે એટલે બહારથી કોઇપણ વસ્તુઓ લાવવી તેના કરતા ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી ભાવતી વાનગી બની જાય તો મજા જ કંઇ ઔર છે. તો આજે આપણે ઘરમાં જ મળી રહેતી સામગ્રીમાંથી ઘઉંનાં ગુલાબ જાંબુ બનાવતા શીખીશું. આ ગુલાબજાંબુ સ્વાદિષ્ટ તો લાગશે જ અને સ્વાસ્થ્ય માટે સારા પણ રહેશે. અટલ સમાચાર
 
રસોઇઃ ઘઉંનાં લોટમાંથી બનાવો સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ, એકદમ સોફ્ટ

અટલ સમાચાર, ડેસ્ક

અત્યારે લૉકડાઉન ચાલે છે એટલે બહારથી કોઇપણ વસ્તુઓ લાવવી તેના કરતા ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી ભાવતી વાનગી બની જાય તો મજા જ કંઇ ઔર છે. તો આજે આપણે ઘરમાં જ મળી રહેતી સામગ્રીમાંથી ઘઉંનાં ગુલાબ જાંબુ બનાવતા શીખીશું. આ ગુલાબજાંબુ સ્વાદિષ્ટ તો લાગશે જ અને સ્વાસ્થ્ય માટે સારા પણ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી
એક વાટકી લોટ

ત્રણ વાટકી ખાંડ
અડધી વાટકી મિલ્ક પાવડર
એક ચમચી ઇલાયચી પાવડર

એક ચમચી બેકિંગ પાવડર
કુકિંગ તેલ

ચાસણીની રીત

ઘંઉનાં ગુલાબજાંબું માટે સૌથી પહેલા આપણે ચાસણી તૈયાર કરી લઇએ. જે માટે એક વાસણમાં ત્રણ વાટકી ખાંડ અને ત્રણ વાટકી પાણી લઈ ધીમા ગેસ પર ગરમ કરી દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. ચાસણીને એક તારની જ કરવાની છે. આમાં તમે કેસરને થોડા જ પાણીમાં પલાળીને પણ નાંખી શકો છે કે એલચી પાવડર પણ નાંખવાથી બહુ જ સરસ સ્વાદ આવે છે.

ગુલાબ જાંબુનો લોટ બનાવવાની રીત

હવે એક બાઉલમાં એક વાટાકી ઘઉંનો લોટ અને એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરી ચારણીથી ચાળી લો. ત્યારબાદ તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડું-થોડું પાણી નાખી હળવા હાથે લોટ બાંધી દો. પછી તેમાં એક ચમચી ઘી કે તેલ નાખી લોટના હળવા હાથે નાના-નાના બોલ બનાવી દો. આ બોલમાં ખાડો કરી સૂકી દ્રાક્ષ પણ મૂકી શકાય છે. ઘરમાં બધાને ન ભાવતી હોય તો ન મુકવી.

હવે ધીમા ગેસ પર ઘી કે તેલને ગરમ કરી આ બધા જ બોલને સોનેરી થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ બધા જ બોલ્સને ચાસણીમાં મૂકો દો. તેમને 40-50 મિનિટ સુધી ઢાંકી રાખો. તો તૈયાર છે ગુલાબજાંબુ.