રસોઇઃ બજાર જેવું ઘરે બનાવો શ્રીખંડ, આંગળી ચાટતા રહી જશો

અટલ સમાચાર, ડેસ્ક હોળીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે જ્યારે હોળીના દિવસે ખાસ કરીને લોકો ઉપવાસ રાખે છે અને આ દિવસે હોળીની પૂજા કરીને સાંજના સમયે જમે છે. તો તમે ઘરે પણ શ્રીખંડ બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય શ્રીખંડ સામગ્રીઃ 2 ચમચી દૂધ, 50 ગ્રામ ક્રીમ, 50 ગ્રામ પનીર, 2
 
રસોઇઃ બજાર જેવું ઘરે બનાવો શ્રીખંડ, આંગળી ચાટતા રહી જશો

અટલ સમાચાર, ડેસ્ક

હોળીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે જ્યારે હોળીના દિવસે ખાસ કરીને લોકો ઉપવાસ રાખે છે અને આ દિવસે હોળીની પૂજા કરીને સાંજના સમયે જમે છે. તો તમે ઘરે પણ શ્રીખંડ બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય શ્રીખંડ

સામગ્રીઃ

2 ચમચી દૂધ,
50 ગ્રામ ક્રીમ,
50 ગ્રામ પનીર,
2 ચમચી ખાંડ,
1 ચમચી દહી,
અડધી ચમચી કેસર,
1 ચમચી પિસ્તા.

રસોઇઃ બજાર જેવું ઘરે બનાવો શ્રીખંડ, આંગળી ચાટતા રહી જશો
file photo

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ એક મલમલનું સ્વચ્છ કપડું લઇ લો અને તેમા દહીં ઉમેરો. કાપડને દબાવીને તેમાથી પાણી નીકાળી લો અને બચેલા દહીં ને એક વાસણમાં લઇ લો. હવે દહીં, ક્રીમ, પનીરને મિક્સ કરીને બ્લેન્ડરની મદદથી મિક્સ કરી લો. હવે એક અન્ય વાસણમાં દૂધ, ખાંડ, પિસ્તા અને પલાળેલા કેસરને બરાબર મિક્સ કરી લો. હવે તેને 2-3 કલાક ફ્રીઝમાં રાખી લો. ઠુંડુ થવા પર આ સામગ્રીને દહીં, ક્રીમ અને પનીરના તૈયાર મિશ્રણમાં ઉમેરો. હવે તેમા પિસ્તાની કતરણ ઉપરથી નાખીને ગાર્નિશ કરી લો. તૈયાર છે કેસર શ્રીખંડ.