રસોઇઃ ઉત્તરાયણ નિમિત્તે ઘરે જ બનાવો લાડું એકદમ સાદી અને સરળ રીતે

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) આવતી કાલે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. એવામાં ઘરે ગોળથી બનેલી મીઠાઈઓ ના બને તો તહેવાર અધૂરો લાગતો હોય છે. જો કે આજકાલ લોકો સમયની કમીને પગલે બજારથી જ તલ અને ગોળથી બનેલ લાડવા ખરીદી લે છે. પરંતુ ઘરે પ્રિયજનોના હાથે બનેલ આ લાડવાનો સ્વાદ જ અલગ હોય છે. તલ
 
રસોઇઃ ઉત્તરાયણ નિમિત્તે ઘરે જ બનાવો લાડું એકદમ સાદી અને સરળ રીતે

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

આવતી કાલે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. એવામાં ઘરે ગોળથી બનેલી મીઠાઈઓ ના બને તો તહેવાર અધૂરો લાગતો હોય છે. જો કે આજકાલ લોકો સમયની કમીને પગલે બજારથી જ તલ અને ગોળથી બનેલ લાડવા ખરીદી લે છે. પરંતુ ઘરે પ્રિયજનોના હાથે બનેલ આ લાડવાનો સ્વાદ જ અલગ હોય છે. તલ અને ગોળથી બનેલ સ્વાદિષ્ટ લાડવા બનાવતા આવડતા ના હોય તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને તલ અને ગોળથી બનતી મીઠાઈની આસાન રીત જણાવશું જેની મદદથી તમે ઘરે જ આ લાડવા બનાવી શકશો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રસોઇઃ ઉત્તરાયણ નિમિત્તે ઘરે જ બનાવો લાડું એકદમ સાદી અને સરળ રીતે
file photo

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ લાડવાઓને ભલે લોહરી અને મકર સંક્રાંતિ પર જ બનાવવામાં આવે છે. પરંતુ આ લાડવાઓનું સ્વાસ્થ્યના હિસાબે ઘણું મહત્વ હોય છે. જાન્યુઆરીમાં ભારે ઠંડી પડતી હોય છે. એવામાં તલ અને ગોળ બંને જ શરીરને ગર્માહટ પહોંચાડનાર છે. જ્યારે આ મિક્ષ કરીને ખાવામાં આવે તો તેનો સ્વાદ જ અલાયદો થઈ જાય છે અને સાથે જ સ્વાસ્થ્યના હિસાબે પણ ફાયદાકારક છે. તો ચાલો અહીં જાણીએ શું છે રેસિપી.

સામગ્રી

તલ – 500 ગ્રામ
માવા- 500 ગ્રામ
કાજૂ- 500 ગ્રામ
એલચી- 4
ગોળ- 200 ગ્રામ

તલના લાડવા બનાવવા માટે સૌથી પહેલા તલને સારી રીતે સાફ કરી લો. જે બાદ કઢાઈ ગરમ કરી તલને કઢાઈમાં નાખી ધીમી આગે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સેકાવા દો. બાદમાં તલ ઠંડા કરી પીસી લો. પછી બીજી કઢાઈમાં માવો બ્રાઉન થાય ત્યાં સુધી સેકાવા દો. બાદમાં તમે માઈક્રોવેવનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જે કઢાઈમાં તલ સેક્યા તેમાં જ ગોળ પણ ઓગાળી દો. હવે આ ગોળ સખ્ત થાય તે પહેલા માવો નાખો.

જે બાદ માવો, પિસેલા તલ એલચી પાવડર અને કાજૂના ટુકડા સારી રીતે ભેળવી દો. તમારું લાડવાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. આ મિશ્રણથી ગોળાકાર લાડવા બનાવી લો. આ લાડવાઓને દસથી બાર દિવસ સુધી રાખીને ખાય શકાય છે.