રસોઇઃ સાદી અને સરળ રીતે ઘરે બનાવો ‘કેસર શ્રીખંડ’, જાણો રીત

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાના સંકટમાં હવે બધા ઘરે વસ્તુઓ બનાવીને ખાય છે. કેરીનો રસ ખાઇને હવે કંટાળી ગયો છો તો ઘરે બનાવો શ્રીખંડ. એમપણ જમવામાં શાક સાથે બીજુ કાંઇક હોય તો ખાવાની મઝા પડી જાય છે. તો આજે આપણે જોઇશું કે સરળ રીતે ઘરે જ શ્રીખંડ કઇ રીતે બનાવી શકાય છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રસોઇઃ સાદી અને સરળ રીતે ઘરે બનાવો ‘કેસર શ્રીખંડ’, જાણો રીત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાના સંકટમાં હવે બધા ઘરે વસ્તુઓ બનાવીને ખાય છે. કેરીનો રસ ખાઇને હવે કંટાળી ગયો છો તો ઘરે બનાવો શ્રીખંડ. એમપણ જમવામાં શાક સાથે બીજુ કાંઇક હોય તો ખાવાની મઝા પડી જાય છે. તો આજે આપણે જોઇશું કે સરળ રીતે ઘરે જ શ્રીખંડ કઇ રીતે બનાવી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

1 લીટર દૂધ
કેસર
50 ગ્રામ મોળુ દહીં
200 ગ્રામ ખાંડચપટી ઈલાયચી
ચપટી જાયફળ પાવડર
ચારોળી
સૂકા મેવા

સૌ પ્રથમ દૂધને ગરમ કરી લો, દૂધમાંથી વરાળ નીકળી જાય અને થોડુ ઠંડુ થાય એટલે તેમા 2 ચમચી દહીં ઉમેરી હલાવી લો. 6થી 7 કલાકમાં દહીં તૈયાર થઈ જશે. તમે બહારથી પણ મોળું દહીં લાવી શકો છો. એક કપમાં 1 ચમચી દૂધ લઈ તેમાં કેસર ઓગાળી રાખો. હવે એક તપેલી ઉપર ગરણી મૂકી તેની પર કોટન કે મલમલનું કપડું મૂકી તેમાં બનાવેલું દહીં પાથરી લઈ લો. ધીરે ધીરે દહીંમાં રહેલુ પાણી નીકળી જશે.

લગભગ 2-3 કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય.હવે કપડાને દહીં સાથે ઉચકી લો અને દહીને એક તપેલીમાં કાઢી લો. આ પ્રકારે તૈયાર થયેલા દહીંને મસકો કહે છે.
હવે આ મિશ્રણમાં દળેલી ખાંડ મિક્સ કરો. પછી તેમાં કેસરનું મિશ્રણ, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને ચારોળી નાખી હલાવો. હવે શ્રીખંડને ઠંડો કરી ગરમા ગરમ પૂરી સાથે પીરસો. આ શ્રીખંડમાં કેરી, પાઈનેપલ, દ્રાક્ષ, સફરજન પણ ઉમેરીએ તો ફ્રુટ શ્રીખંડ બની જશે. તેમજ ચોકલેટ સીરપ ઉમેરી ચોકલેટ શ્રીખંડ પણ બનાવી શકો છો.