રસોઇઃ કાચી કેરીનું અથાણું સાદી અને સરળ રીતે બજાર જેવું ઘરે બનાવો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) ઉનાળામાં લોકો કેરીના અલગ અલગ અથાણાં બનાવતા હોય છે. જોકે, આવા અથાણા બનાવવા માટે લાંબો સમય લાગે છે. પરંતુ અમે અહીં કાચી કેરીનું અથાણું બનાવાની એકદમળ અને ઝડપી રીત બતાવી છે. ઉનાળો શરૂ થવાની તૈયારીમાં છે અને ઉનાળામાં સૌથી વધારે લોકોને કેરી ખાવાનું વધારે પસંદ હોય છે. કેરી માટે લોકો
 
રસોઇઃ કાચી કેરીનું અથાણું સાદી અને સરળ રીતે બજાર જેવું ઘરે બનાવો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

ઉનાળામાં લોકો કેરીના અલગ અલગ અથાણાં બનાવતા હોય છે. જોકે, આવા અથાણા બનાવવા માટે લાંબો સમય લાગે છે. પરંતુ અમે અહીં કાચી કેરીનું અથાણું બનાવાની એકદમળ અને ઝડપી રીત બતાવી છે. ઉનાળો શરૂ થવાની તૈયારીમાં છે અને ઉનાળામાં સૌથી વધારે લોકોને કેરી ખાવાનું વધારે પસંદ હોય છે. કેરી માટે લોકો ઉનાળાની અધિરાઈથી રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે લોકો કેરીના અલગ અલગ અથાણાં પણ બનાવતા હોય છે. જોકે, આવા અથાણા બનાવવા માટે લાંબો સમય લાગે છે. પરંતુ અમે અહીં કાચી કેરીનું અથાણું બનાવાની એકદમળ અને ઝડપી રીત બતાવી છે. જેનાથી તમે મેગીની જેમ ઈન્સ્ટન્ટ અથાણું બનાવી શકશો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

૨ કપ કાચી કેરી

૨ ટે.સ્પૂન શેકલી વરિયાળી

૨ ટે.સ્પૂન લાલ મરચું

૧ ટે.સ્પૂન મીઠું

૧ ટી.સ્પૂન હળદર

૧/૨ ટી.સ્પૂન હીંગ

૨ ટે.સ્પૂન શેકેલું જીરું

૩ ટે.સ્પૂન રાઇનું તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ કાચી કેરીને ધોઈ તેને લાંબી ચીરીઓમાં કાપી લો. પછી એક બાઉલમાં કેરીની ચીરીઓ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧ કલાક માટે મૂકી રાખો. પછી તેમાંથી પાણી નીચવી કેરીને નીતારીને છૂટેલું પાણી ફેંકી દો. હવે એક બાઉલમાં કેરીની ચીરીઓ, હીંગ, હળદર, વરિયાળી, જીરું, લાલ મરચાંનો પાવડર અને રાઇનું તેલ મેળવી સારી રીતે ઉછાળીને મિક્સ કરી લો. તાજું જ પીરસી શકાય અથવા રેફ્રીજરેટરમાં મૂકી 7 દિવસની અંદર વપરાશમાં લઈ શકો.