file photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ફ્રેન્ચ ફ્રાઈઝનું નામ સાંભળીને કોઇને પણ ખાવાનું મન થઇ જાય. પરંતુ જ્યારે પરિવારને ખુશ કરવા માટે આ ભાવતી વાનગી ઘરે બનાવો છો ત્યારે બહાર જેવી ક્રિસ્પી અને ટેસ્ટી બનતી નથી. તો આજે આપણે બહાર જેવી જ ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવતા શીખીએ.
સામગ્રી

2 બટેટા
તેલ તળવા માટે
જરૂરિયાત અનુસાર કાળા મરી
3 ડ્રોપ્સ ટ્રફલ ઓયલ1 ચમચી લીલી ડુંગળી
1 બાફેલું બટેટું
સ્વાદનુસાર મીઠું
1 ચમચી રોઝમેરી
1 ચમચી ચીઝ
2 ચમચી મેયોનીઝ
1 ચમચી કોથમીર

બનાવવાની રીતઃ

બટેટાની છાલ કાઢીને તેને ફિંગર ચિપ્સ શેપમાં કાપી લેવા.હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવું. ફિંગર ચિપ્સને 8થી 10 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં તળવી. ચિપ્સ થોડી બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેલમાંથી કાઢીને એક પ્લેટમા મૂકવી. હવે એક બાઉલમાં ફિંગર ચિપ્સ નાખીને તેના પર મરી પાવડર, સમારેલી રોઝમેરી, મરીના દાણા અને છીણેલું ચીઝ નાખવું.બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી ત્યારબાદ થોડાક ટીપા ટ્રફલ ઓયલનાં નાખવા.સારી રીતે મિક્સ કર્યા બાદ લીલી કોથમીર અને ડુંગળીને બાઉલમાં લઈને થોડી શેકી લેવી. એક અલગ બાઉલમાં ક્રીમ, મેયોનીઝ અને ચીઝ મીક્સ કરવું. તો તૈયાર છે ફ્રાઈસ હવે તેને સોસની સાથે સર્વ કરો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code