રસોઇઃ લૉકડાઉનમાં એકદમ ઓછી વસ્તુઓથી બનશે હેલ્ધી ‘બાજરીનાં વડા’

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) અત્યારે લૉકડાઉનમાં કંઇક ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થયું હોય તો ઘરે બનાવો બાજરીનાં વડા. આ વડા બનાવવા માટે તમને ઘણી ઓછી વસ્તુઓની જરૂર પડશે. આ વડા તમે નાસ્તામાં પણ બનાવી શકો છો. બાજરીનાં વડા બે દિવસ બહાર સારા રહે છે. આ વડા તમે ગરમાગરમ ચા સાથે પણ ખાઇ શકો
 
રસોઇઃ લૉકડાઉનમાં એકદમ ઓછી વસ્તુઓથી બનશે હેલ્ધી ‘બાજરીનાં વડા’

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

અત્યારે લૉકડાઉનમાં કંઇક ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થયું હોય તો ઘરે બનાવો બાજરીનાં વડા. આ વડા બનાવવા માટે તમને ઘણી ઓછી વસ્તુઓની જરૂર પડશે. આ વડા તમે નાસ્તામાં પણ બનાવી શકો છો. બાજરીનાં વડા બે દિવસ બહાર સારા રહે છે. આ વડા તમે ગરમાગરમ ચા સાથે પણ ખાઇ શકો છો. તો જોઇએ આ ટેસ્ટી વડાની રીત.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામ્રગી

500 ગ્રામ બાજરીનો લોટ
200 ગ્રામ ખાટું દહીં
આદું-મરચાંની પેસ્ટ
મીંઠુ સ્વાદનુસાર
મેથીની ભાજી (તાજી કે સૂકી પણ લઇ શકો)
તલ
7/8 કળી લસણ
ચપટી હીંગ
ચપટી હળદર

રીત

સૌપ્રથમ બાજરીના લોટમાં મેથીની ભાજી ઝીણી સમારીને નાખવી. ત્યારબાદ તેમાં લસણ, આદું-મરચાંની પેસ્ટ, હીંગ, હળદર અને મીંઠુ નાખી ખાટા દહીંથી લોટ બાંધવો. આ લોટને 15થી 20 મિનિટ બાજુમાં રહેવા દો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે હાથથી થેપીને વડા તૈયાર કરો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. ધીમી આંચે આ વડા ફ્રાય કરો. લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો, પછી તેને બહાર કાઢીને સોસ સાથે પીરસો.