રસોઇઃ ઠંડીમા બનાવો મસ્ત મજાના મગની દાળના પુડલા, એકદમ સાદી અને સરળ રીતે

સૌ પ્રથમ મગની દાળને ૫-૬ કલાક પલાળી રાખો.પલાળેલી દાળને મીક્ષરમાં પીસી લો અને તેમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ તેમાં મીઠું ઉમેરીને પુલ્લા જેવું ખરું તૈયાર કરવુ.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

તમે પુડલા તો અનેક પ્રકારના ટ્રાય કર્યા હશે જેમ કે ચણાના લોટના ચિલા પણ તમે ખાઓ છો પરંતુ આજે અમે તમારા માટે મગની દાળના પુલ્લાની રેસીપી લઇને આવ્યા છીએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી માનવામાં આવે છે. ખાસ કરીને મગની દાળ હેલ્થી માટે લાભદાયી છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મગની દાળના પુડલા…

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સામગ્રી

૨૦૦ ગ્રામ – મગની દાળ (ફોતરાં વાળી)
૨ ચમચી – આદુ-મરચાં લસણની પેસ્ટ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી
જરૂરિયાત મુજબ તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ મગની દાળને ૫-૬ કલાક પલાળી રાખો.પલાળેલી દાળને મીક્ષરમાં પીસી લો અને તેમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ તેમાં મીઠું ઉમેરીને પુલ્લા જેવું ખરું તૈયાર કરવુ. તવી ‌ગરમ થાય એટલે તેલ લગાવી તેમાં પુડલા જેવું પાથરી બંને સાઇડ સેકી લો. ગરમ ગરમ પુડલાને લીલી ચટણી સાથે અથવા દહીં સાથે પીરસવા સ્વાદ દાળવડાં જેવો આવશે.