રસોઇઃ લોકડાઉનમાં ઘરે બનાવો ટેસ્ટી ગુજરાતી વાનગી હાંડવો
રસોઇઃ લોકડાઉનમાં ઘરે બનાવો ટેસ્ટી ગુજરાતી વાનગી હાંડવો

અટલ સમાચાર, ડેસ્ક

હાંડવો એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. આમાં અલગ-અલગ દાળ મિક્સ કરવાના કારણે શરીરને બધાં જ પોષકતત્વો પણ મળી રહેશે. દેશભરમાં લોકડાઉન છે ત્યારે ઘરે રહીને બોરિંગ ના થવાય એટલે બનાવો બજાર જેવો હાંડવો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રીઃ

બે કપ ચોખા
એક કપ તુવરની દાળ
પા કપ અડદની દાળ
પા કપ મગની દાળ
પા કપ ચણાની દાળ
પા કપ ઘઉં
પા કપ ખાટું દહીં
દસ લીલા મરચાં
એક નાનો ટુકડો આદુ
પાંચસો ગ્રામ દૂધી
સો ગ્રામ તેલ
એક ચમચી લાલ મસાલો
અડધી ચમચી હળદર
બે ચમચી રાઈ
બે ચમચી તલ
ત્રણ ચમચી ખાંડ
બે ચમચી અજમો
પા ચમચી મેથી દાણા
અડધી ચમચી હિંગ
મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીતઃ

સૌપ્રથમ ચોખા અને બધા પ્રકારની દાળ અને ઘઉંને ભીના કપડાંથી લૂછી નાખો. હવે ભેગા કરી તેનો કકરો લોટ દળો. હવે આ મિશ્રણમાં ખાટું દહીં, ગરમ પાણી વગેરે મિક્સ કરો. આ મિશ્રણને 7 થી 8 કલાક આથો આવવા માટે ઢાંકી મુકો. આથો આવ્યા પછી તેમાં તેલ, લીંબુનો રસ, સોડિયમ બાયકાર્બોનેટ, ખાંડ, લાલ મસાલો, આદુ-મરચાંની પેસ્ટ, છીણેલી દૂધી, હળદર અને મીઠું નાખીને મિક્સ કરો. હવે એક ડબ્બામાં, કે હાંડવાના કૂકરમાં તેલ લગાવી આ ખીરુ પાથરો. કડાઈમાં પાંચ છ ચમચી તેલ નાખીને તેને ગરમ કરો. તેમાં રાઈ નાખો. 1 મિનિટ પછી તલ, અજમો, મેથી અને હિંગ નાખો. થોડું લાલ થયા પછી તેને ખીરાં પર પાથરી દો. હવે હાંડવાના કૂકરને ઢાંકીને ધીમા ગેસ પર અડધો પોણો કલાક સુધી થવા દો. તો તૈયાર છે હાંડવો.