રસોઇઃ સરળ અને સાદી રીતથી બનાવો ટેસ્ટી ગાજરનો હલવો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) ગાજરનો હલવો તો તમે બધાએ બનાવ્યો હશે પણ જો આ સાદી અને સરળ રીતથી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને લા જવાબ બનશે. શિયાળામાં ગાજર તાજા અને સરસ મજાના લાલ અને મીઠાં જ મળે છે. તેથી તેના કારણે ગાજરના હલવાની મીઠાશ પણ નેચરલ જ આવે છે. તેથી સીઝનમાં બને તેટલો તેનો
 
રસોઇઃ સરળ અને સાદી રીતથી બનાવો ટેસ્ટી ગાજરનો હલવો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

ગાજરનો હલવો તો તમે બધાએ બનાવ્યો હશે પણ જો આ સાદી અને સરળ રીતથી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને લા જવાબ બનશે. શિયાળામાં ગાજર તાજા અને સરસ મજાના લાલ અને મીઠાં જ મળે છે. તેથી તેના કારણે ગાજરના હલવાની મીઠાશ પણ નેચરલ જ આવે છે. તેથી સીઝનમાં બને તેટલો તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

સામગ્રી:

500 ગાજર
400 મિલિ ફુલ ફેટ દૂધ
1/2 કપ મોળો માવો
300 ગ્રામ ખાંડ (જરૂર મુજબ)1 ચમચો ઘી
2 ચમચી ડ્રાયફૂટસ
1/2 ચમચી એલચી પાવડર
ચપટી જાયફળનો પાવડર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીત:

સૌ પ્રથમ ગાજરને ધોઈને તેની છાલ કાઢી ફરી એક વખત ધોઈ લો જેથી તેમાં રહેલી માટી નીકળી જાય. પછી આ ગાજરને ખમણી લો. હવે એક કડાઈમાં ઘી લઈ તેમાં ગાજરની છીણ ઉમેરી 5-7 મિનિટ સાંતળી લો.પછી તેમાં દૂધ, ખાંડ અને માવો ઉમેરી દૂધ બળે ત્યાં સુધી હલાવતા રહી સાંતળવું. મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે તેમાં ડ્રાયફ્રુટ ઉમેરી હલાવ્યા કરવું. થઈ જાય એટલે તેમાં એલચી અને જાયફળનો પાવડર ઉમેરી બરાબર હલાવી ગેસ બંધ કરી લેવો. તો તૈયાર છે ગાજરનો હલવો.તેને ગરમા ગરમ પણ ખાઈ શકો છો અથવા તો તેને થાળીમાં પાથરી તેના ચોસલા પાડીને પણ સર્વ કરી શકો છો. ઠંડીના વાતાવરણમાં આ હલવો 3-4 દિવસ ફ્રીઝ વગર જ બહાર પણ રહી શકે છે. તો તૈયાર છે સરસ મજાનો ક્રીમી અને મલાઈદાર ગાજરનો સ્વાદિષ્ટ હલવો.