રસોઇઃ શિયાળામાં બનાવો આ સાદી રીતથી મેથીના થેપલા જાણો તેની રીતે
અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) શિયાળામાં મેથીને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ભાજી છે. તમે મેથીનું શાક, મેથીના મુઠિયા બનાવીને ટ્રાય કર્યા હશે. તો આજે અમે તમારા માટે મેથીની વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મેથીના સ્વાદિષ્ટ થેપલા. સૌ પ્રથમ એક મોટા
                                          Dec 27, 2019, 13:10 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)
શિયાળામાં મેથીને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ભાજી છે. તમે મેથીનું શાક, મેથીના મુઠિયા બનાવીને ટ્રાય કર્યા હશે. તો આજે અમે તમારા માટે મેથીની વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મેથીના સ્વાદિષ્ટ થેપલા.

સૌ પ્રથમ એક મોટા વાસણમાં લોટ લઇ તેમાં મોણ, બધી સામગ્રી તથા પાણી ઉમેરીને લોટ બાંધવો. હવે તેના લુઆ પાડીને તેને કોરા ઘઉંના અટામણની મદદથી વણી લો. ત્યાર બાદ તેને સરખા ગોળાકાર વણી લો. હવે એક તવી ગરમ કરી તેની પર ઘી કે તેલ રાખો અને હવે થેપલા શેકી લો.

બન્ને સાઇડથી થેપલા બરાબર આછા બ્રાઉન રંગના શેકાઇ જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો. તેની ઉપર તમે બટર લગાવીને પણ ટ્રાય કરી શકો છો. તે સિવાય તમે થેપલાને અઠાણા કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો.

