રસોઇઃ આ રીતથી ઘરે બનાવો મજેદાર પંજાબી રીતે રાજમા મસાલા, ખાઇને સૌ કરશે વાહવાહી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

મોટા ભાગના લોકોને પંજાબી વાનગીઓ પસંદ હશે જ. ચટપટ મસાલાથી ભરપૂર અને સ્વાદિષ્ટ પંજાબી વાનગીઓ વિશે વિચારતા જ મોઢામાં પાણી આવી જાય છે. આમ તો બધી જ પંજાબી વાનગીઓ સ્વાદિષ્ટ અને મનને લુભાવનારી હોચ છે. પણ જ્યારે રાજમા )નું નામ પડે એટલે કોઇ પણ પોતાને ખાવાથી રોકી શકતું નથી. રાજમા પંજાબી વાનગીઓમાં પૈકી સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે. પંજાબી સ્ટાઇલમાં જ્યારે રાજમા બનાવવામાં આવે ત્યારે બહુ ઓછા લોકો હશે જે પોતાને ખાવાથી રોકી શકશે. રાજમાનો મસાલો ડુંગળી અને ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ કઇ રીતે પંજાબી સ્ટાઇલમાં રાજમાં તમે ઘરે જ બનાવી શકો છો.

1 કપ રાજમા,1 ટી.સ્પૂન બટર,2 કાપેલા ટામેટા,1 તજનો ટૂકડો,5 લવિંગ,1 કાપેલી ડુંગળી,4 લીલી એલચી,1 બાદિયાન,1 ટી. સ્પૂન આદુ-લસણની પેસ્ટ,3 કાપેલા લીલા મરચા,1 ટી.સ્પૂન હળદર,1 ટી.સ્પૂન લાલ મરચુ પાઉડર,1 ટી.સ્પૂન જીરા પાઉડર,1 ટી.સ્પૂન ધાણા પાઉડર,½ ટી.સ્પૂન આમચૂર પાઉડર,1 ટી.સ્પૂન ગરમ મસાલો,1 તમાલપત્ર,1 ટી.સ્પૂન કસૂરી મેથી,1 ટી.સ્પૂન લીલી કોથમીર,1 ટી.સ્પૂન તેલ,રાજમા બનાવવાની રીત

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

રાજમાને સાફ પાણી વડે ધોઇને આખી રાત પલાળી દો. ત્યાર બાદ કૂકરમાં 2 કપ પાણી અને થોડું મીઠું નાખીને 4થી5 સીટી થાય ત્યાં સુધી રાજમાને બાફવા મૂકી દો. ગેસની ફ્લેમ બંધ કરી થોડી વાર રાજમાને કૂકરમાં જ રહેવા દો. હવે એક કઢાઇ લો અને તેમાં ધીમા તાપ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થયા પછી તજ, લવિંગ, એલચી અને તમાલપત્ર નાંખો. 2 મિનિટ સુધી આ તમામ વસ્તુઓને તેલમાં રાખ્યા બાદ આદુ-લસણની પેસ્ટ તેમાં ઉમેરો. ત્યાર બાદ આ બધી વસ્તુઓને તેલમાં 2 મિનિટ સુધી રહેવા દો.

હવે તેમાં ટામેટા, ડુંગળી અને કાપેલા લીલા મરચા ઉમેરો. સારી રીતે પાકી ગયા બાદ લાલ મરચું પાઉડર, જીરા પાઉડર, હળદર, ગરમ મસાલો અને ધાણા પાઉડર ઉમેરો. જ્યારે ગ્રેવીમાંથી તેલ છૂટુ પડવા લાગે ત્યારે તેમાં થોડું પાણી ઉમેરો અને રાજમા ઉમેરો. ઢાંકી દો અને 15 મિનિટ સુધી રાખો.જ્યારે ગ્રેવી એકવાર ઘાટી થઇ જાય, મીઠો લીમડાના પાન અને કસુરી મેથી ઉમેરો. થોડી મિનિટ રહેવા દો. તૈયાર છે તમારા પંજાબી સ્ટાઇલ રાજમા. ગરમ રોટલી અથવા રાઇસ સાથે સર્વ કરો.