રસોઇઃ સાદી અને સરળ રીતે આજે જ ઘરે બનાવો ચટાકેદાર ચાઇનીઝ પુલાવ

અટલ સમાચાર, વિસનગર(કિરણબેન ઠાકોર) પુલાવ તો તમે બધાએ ખાધા હશે પરંતું આજે આ પ્રકારના પુલાવ બનાવીએ જે તમે ક્યારેએ ખાધા નથી. દરેકના ઘરમાં કઇ નવું બને એ માટે મહિલાઓ પણ કંઇક નવું બનાવવા માગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ ચાઇનીઝ પુલાવ. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સામગ્રી – 500 ગ્રામ બાફેલા
 
રસોઇઃ સાદી અને સરળ રીતે આજે જ ઘરે બનાવો ચટાકેદાર ચાઇનીઝ પુલાવ

અટલ સમાચાર, વિસનગર(કિરણબેન ઠાકોર)

પુલાવ તો તમે બધાએ ખાધા હશે પરંતું આજે આ પ્રકારના પુલાવ બનાવીએ જે તમે ક્યારેએ ખાધા નથી. દરેકના ઘરમાં કઇ નવું બને એ માટે મહિલાઓ પણ કંઇક નવું બનાવવા માગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ ચાઇનીઝ પુલાવ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી
– 500 ગ્રામ બાફેલા ચોખા, 125 ગ્રામ ફ્લાવર, ડુંગળીના લીલા પાન, 2 ગાજર, 1/2 ગ્લાસ લીલા વટાણા બાફેલા, 10-15 મશરૂમના ટુકડા, 1/2 પેકેટ સુપર સીઝનીંગ, 2 મોટા ચમચા સોયા સોસ, અજીનોમોટો, 2 મોટી ચમચી રેડ ચિલી સોસ, 250 ગ્રામ ચિકનના બાફેલા ટુકડા, તળવા માટે તેલ, 2 શિમલા મરચા.

બનાવવાની રીત – એક કડાહીમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમા બધી સમરેલી સામગ્રી, શાકભાજી અને વટાણા નાખીને સારી રીતે ભેળવી લો. તેમા ચિકનના ટુકડા, 2 મોટી ચમચી સોયા સોસ, 1/2 પેકેટ સુપર સિઝનિંગ, મશરૂમના ટુકડા સ્વાદમુજબ અજીનોમોટો નાખીને ભેળવો. પછી તેમા તૈયાર ચોખા નાખીને ફરીથી મિક્સ કરો. ગરમા ગરમ પુલાવ ટામેટા સોસ અને ચિલી સોસ સાથે સર્વ કરો.