રસોઇઃ સાદી અને સરળ રીતે ઘરે બનાવો ‘રશિયન સલાડ’

અટલ સમાચાર, ડેસ્ક અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે મોટાભાગના લગ્નોમાં રશિયન સલાડ તો જોવા મળશે જ. વેરાયટી ફૂડ ખાવાના શોખીન ગુજરાતીઓને સલાડ પણ ખૂબ પસંદ હોય છે. સારા સ્વાસ્થ્ય માટે પણ સલાડનું સેવન કરવું ખૂબ જરૂરી છે. સલાડ ટેસ્ટમાં તો બેસ્ટ હોય જ છે, સાથે હેલ્થમાં પણ બેસ્ટ હોય છે. ત્યારે આજે શીખીએ
 
રસોઇઃ સાદી અને સરળ રીતે ઘરે બનાવો ‘રશિયન સલાડ’

અટલ સમાચાર, ડેસ્ક

અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે મોટાભાગના લગ્નોમાં રશિયન સલાડ તો જોવા મળશે જ. વેરાયટી ફૂડ ખાવાના શોખીન ગુજરાતીઓને સલાડ પણ ખૂબ પસંદ હોય છે. સારા સ્વાસ્થ્ય માટે પણ સલાડનું સેવન કરવું ખૂબ જરૂરી છે. સલાડ ટેસ્ટમાં તો બેસ્ટ હોય જ છે, સાથે હેલ્થમાં પણ બેસ્ટ હોય છે. ત્યારે આજે શીખીએ બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય અને દરેકને ભાવતું રશિયન સલાડ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

100 ગ્રામ – પાઈનેપલ
1 નંગ – સમારેલી કાકડી
1 નંગ – સફરજન
2 નંગ – સમારેલા બાફેલા બટેટા
2 નંગ – ઝીણા સમારેલા ગાજર
1 કપ – સ્વીટ કોર્ન
1 કપ – ક્રીમ
1/2 કપ – માયોનીઝ
1 નાની ચમચી – કાળામરી પાઉડર
1 નાની ચમચી – લીંબુનો રસ
1 નાની ચમચી – ખાંડ
1 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત-

સૌ પ્રથમ ઘીમી આંચ પર એક પેનમાં પાણીમાં મીઠુ ઉમેરીને ગરમ કરો. હવે તેમા સમારેલા ગાજર અને સ્વીટ કોર્નને બે મિનિટ સુધીઉકાળો. હવે તેમાથી પાણી નીતારી લો. હવે એક મોટા બાઉલમાં પાઈનેપલ, સફરજન, કાકડી, બાફેલા બટેટા,ગાજર, સ્વીટ કોર્ન મિક્સ કરો. હવે તેમા માયોનીઝ સોસ, મીઠું, ક્રીમ, કાળામરી પાઉડર, લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ક્રીમી રશિયન સલાડ તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરો.