રસોઇઃ ઘઉંનાં લોટની ફટાફટ આ રીતે બનાવો એકદમ સોફ્ટ બ્રેડ

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) ઘઉંનાં લોટની ભાખરી કે રોટલી તો આપણે રોજ જ ખાતા હોઇએ છીએ. તો આજે આપણે ઘરે જ થોડી જ મિનિટોમાં બ્રેડ બનાવતા શીખીએ. આ બ્રેડમાં જો તમારે યીસ્ટ ન વાપરવું હોય તો તમે તેમા નીચે સામગ્રીમાં આપેલી વસ્તુ જેમકે દહીં, સોડા અને બેકિંગ પાવડર પણ વાપરી શકો છો. સામગ્રીઃ એક
 
રસોઇઃ ઘઉંનાં લોટની ફટાફટ આ રીતે બનાવો એકદમ સોફ્ટ બ્રેડ

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

ઘઉંનાં લોટની ભાખરી કે રોટલી તો આપણે રોજ જ ખાતા હોઇએ છીએ. તો આજે આપણે ઘરે જ થોડી જ મિનિટોમાં બ્રેડ બનાવતા શીખીએ. આ બ્રેડમાં જો તમારે યીસ્ટ ન વાપરવું હોય તો તમે તેમા નીચે સામગ્રીમાં આપેલી વસ્તુ જેમકે દહીં, સોડા અને બેકિંગ પાવડર પણ વાપરી શકો છો.

સામગ્રીઃ

એક મોટી ચમચી શુગર
એક મોટી ચમચી બટર
અડધો કપ દૂધએક નાની ચમચી મીઠું
જરૂરિયાત મુજબ પાણી
યીસ્ટ અથવા દહીં બે ચમચી, એક ચમચી સોડા અને અડધી ચમચી બેકિંગ પાવડર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીતઃ

એક વાસણમાં ઘઉંનો લોટ લો. તેમા ખાડામાં દૂધ, ખાંડ, યીસ્ટ, બટર અને નમક નાખવાં. યીસ્ટ ઍક્ટિવેટ થાય ત્યાં સુધી રાહ જોવી. દૂધમાં ઉપર ફીણ આવવા લાગે એટલે સમજવું કે યીસ્ટ ઍક્ટિવેટ થઈ ગઈ છે. ત્યાર બાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને લોટ બાંધી લેવો. લોટ બાંધતી વખતે એને દસથી પંદર મિનિટ માટે મસળવો. જેટલો વધુ મસળશો એટલી બ્રેડ સૉફ્ટ થશે. આ લોટ રોટલીના લોટ કરતાં પણ ઢીલો હોવો જોઈએ. લોટને ત્રીસેક મિનિટ ઢાંકીને મૂકી દો. ત્રીસેક મિનિટમાં લોટ ફૂલીને ડબલ સાઇઝનો થઈ જશે. એ પછી એને સહેજ હળવા હાથે મસળવો.

જો સ્લાઇસ બ્રેડ બનાવવી હોય તો એ માટેના ખાસ ટિનમાં એને પાથરો. ટિનમાં પાથરતાં પહેલાં એને બટરથી ગ્રીસ કરી લેવું. લોટને અંદર પાથર્યા પછી એની પર દૂધ અને પાણીનું બ્રશ ફેરવી દેવું. જો એમ નહીં કરો તો અવનમાં બેકિંગ દરમ્યાન ઉપરની સપાટી જલદી ડાર્ક થઈ જશે અને અંદરથી બ્રેડ બરાબર ચડશે નહીં. આ ટિનને 12થી 15 મિનિટ માટે ફરી પ્રૂફિંગ માટે રહેવા દો અને સાથે અવનને 220 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પ્રી-હિટ કરો. અવન પ્રી-હિટ થઈ જાય એટલે 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બ્રેડ બેક કરવા મૂકો. સ્લાઇસ બ્રેડ હોય તો એને બેક થતાં 20 મિનિટ જેટલો સમય લાગે છે. અવનમાં બ્રેડ શેકાઈ જાય એ પછીથી એને બહાર કાઢીને ઠંડી પડવા દો. બરાબર ઠંડી પડે પછીથી એની સ્લાઇસ પાડો.