રસોઇઃ 11 જુદી જુદી ટ્રિકથી તમારા રસોઇના કામ બગડશે નહિ સરળ થશે

અટલ સમાચાર, ડેસ્ક ક્યારેક આપણે કઠોળ પલાળવાનું ભુલી જઈએ તો પછી મેનુ બદલવું જ પડે આપણે તેને કઈ રીતે સોફ્ટ બનાવી શકતાં જ નથી પરંતુ અહીં ટ્રિક છે જેનાથી તમે કઠોળ ન પલાળો તો પણ ફટાફટ ચડી જશે. આ સાથે અન્ય કેટલીય ટ્રિક્સ છે જે તમને કામ લાગશે. પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો
 
રસોઇઃ 11 જુદી જુદી ટ્રિકથી તમારા રસોઇના કામ બગડશે નહિ સરળ થશે

અટલ સમાચાર, ડેસ્ક

ક્યારેક આપણે કઠોળ પલાળવાનું ભુલી જઈએ તો પછી મેનુ બદલવું જ પડે આપણે તેને કઈ રીતે સોફ્ટ બનાવી શકતાં જ નથી પરંતુ અહીં ટ્રિક છે જેનાથી તમે કઠોળ ન પલાળો તો પણ ફટાફટ ચડી જશે. આ સાથે અન્ય કેટલીય ટ્રિક્સ છે જે તમને કામ લાગશે. પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચણા પલાળવાનું ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.
લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.
રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.
ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.
મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.
ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.
પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે. મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.
બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે.
વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.
દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.