કૌંભાંડ@ગુજરાતઃ આપત્તિ વ્યવસ્થાપનનો ખર્ચ કાગળ ઉપર, સાધનો નથી

અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર સુરત અગ્નિકાંડને પગલે રાજ્ય સરકાર ભયંકર આક્રોશનો સામનો કરી રહી છે. આથી ખાનગી સંસ્થાઓ અને ધંધાર્થીઓ સાથે સરકારી કચેરીઓમાં પણ ફાયરસેફ્ટીની તાકીદ કરવાનું યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે. હકીકતે આપત્તિ વ્યવસ્થાપનમાં છેલ્લા કેટલાય વર્ષોથી કાગળ ઉપર અનલિમીટેડ ખર્ચો થઈ રહ્યો છે. જોકે, મોટાભાગની સરકારી કચેરીઓમાં જ આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારી શૂન્ય
 
કૌંભાંડ@ગુજરાતઃ આપત્તિ વ્યવસ્થાપનનો ખર્ચ કાગળ ઉપર, સાધનો નથી

અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર

સુરત અગ્નિકાંડને પગલે રાજ્ય સરકાર ભયંકર આક્રોશનો સામનો કરી રહી છે. આથી ખાનગી સંસ્થાઓ અને ધંધાર્થીઓ સાથે સરકારી કચેરીઓમાં પણ ફાયરસેફ્ટીની તાકીદ કરવાનું યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે. હકીકતે આપત્તિ વ્યવસ્થાપનમાં છેલ્લા કેટલાય વર્ષોથી કાગળ ઉપર અનલિમીટેડ ખર્ચો થઈ રહ્યો છે. જોકે, મોટાભાગની સરકારી કચેરીઓમાં જ આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારી શૂન્ય હોવાનું સામે આવ્યું છે.

કૌંભાંડ@ગુજરાતઃ આપત્તિ વ્યવસ્થાપનનો ખર્ચ કાગળ ઉપર, સાધનો નથી

રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ હેઠળ દરેક જિલ્લા કલેક્ટર કચેરીમાં યુનિટ ઉભુ કરવામાં આવેલું છે. જે અવાર-નવાર શિયાળામાં ઠંડી સામે, ઉનાળામાં ગરમી સામે, ચોમાસામાં પુર સામે બચાવની તાલીમ આપે છે. આ સાથે કાટમાળ તુટી પડવો, આગ લાગવી, વિસ્ફોટ થવો સહિતની દુર્ઘટનાઓ સામે બચાવ અને રક્ષણની સમજ સરકારી અને જાહેર એકમોને પુરી પાડે છે. જ્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા, મામલતદાર અને તાલુકા પંચાયત સહિતની કચેરીઓમાં આપત્તિ વ્યવસ્થાપનના સાધનો પુરા પાડવાની જોગવાઈ છે.

જોકે, રાજ્યભરની અનેક કચેરીઓમાં આજેપણ આપત્તિ વ્યવસ્થાપનના સાધનો લગભગ શૂન્ય સમાન છે. આવી સ્થિતિમાં જો આગ સહિતની કોઈ દુર્ઘટના બને તો રાહત અને બચાવ કામગીરી અત્યંત વિલંબમાં જઈ શકે છે. આનાથી અનલિમીટેડ ખર્ચાઓ કરતી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સામે સૌથી મોટા કૌંભાંડના આક્ષેપો અને સવાલો ઉભા થયા છે.

કૌંભાંડ@ગુજરાતઃ આપત્તિ વ્યવસ્થાપનનો ખર્ચ કાગળ ઉપર, સાધનો નથી

પાલિકાઓ બચાવ કરાવવા નિષ્ફળ?

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યની 50થી પણ નગરપાલિકાઓમાં ફાયરસેફ્ટી, ફાયર ફાઈટર, બોટ, સ્પંચ સહિતના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. આનાથી જે-તે નગરપાલિકા શહેરમાં દુર્ઘટના દરમિયાન બચાવ કામગીરી કરવા નિષ્ફળ જઈ શકે તેવા સવાલો અકળાવી રહ્યા છે.