કેન્દ્રના ગૃહ મંત્રાલયે અણધાર્યુ પગલુ લઈને ગુરુવારે રાતે દેશની 10 એજન્સીઓને દેશના કોઈ પણ કોમ્પ્યુટર પર જાસૂસી કરવાની પરવાનગી આપી દીધી છે. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે આ દસ એજન્સીઓમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો, રો, નારટોક્ટિક્સ કંટ્રોલ બ્યુરો, ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિન્જસ, સીબીઆઈ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, પ્રવર્તન નિર્દેશાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ, ડાયરેક્ટરેટ ઓફ સિગ્નલ ઈન્ટેલિજન્સ તેમજ દિલ્હી કમિશ્રનર ઓફ પોલિસનો સમાવેશ થાય છે.
મોદી સરકારે દેશની 10 એજન્સીઓને દેશના કોઈ પણ કોમ્પ્યુટરને આપની પરવાનગી વિના તપાસવાની છુટને લઈ ઘેરા પ્રત્યાઘાત પડવાના શરુ થઈ ગયા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદિપસિહં સૂરજેવાલા જણાવ્યું કે, મોદી સરકાર લોકોના મૌલિક અધિકારોને છીનવી રહી છે. ચૂંટણી હાર્યા બાદ હવે સરકાર લોકોના કોમ્પ્યુટરની જાસૂસી કરવા સુધી નીચે ઉતરી ગઈ છે. ‘અબ કી બાર લોગોકી પ્રાઈવસી પે વાર’.
Thanks for providing such a good information regarding technology.