હાહાકાર: કોરોના વાયરસથી ઇટલીમાં એક જ દિવસમાં 475 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક ઇટલીમાં એક જ દિવસમાં કોરોના વાયરસને કારણે 475 લોકોનાં મોત થયા છે. એક દિવસમાં કોઇપણ દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણથી થયેલી મોતમાં આ સૌથી વધુ છે. કોરોના વાયરસને કારણે આખા વિશ્વમાં સ્થિતિ ઘણી જ ભયાનક થતી જાય છે. બ્રિટેનમાં પણ આ વાયરસથી મોતનો આંક વધીને 104 થઇ ગયો છે. બ્રિટિશ સ્વાસ્થ્ય સંગઠનોએ આ
 
હાહાકાર: કોરોના વાયરસથી ઇટલીમાં એક જ દિવસમાં 475 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ઇટલીમાં એક જ દિવસમાં કોરોના વાયરસને કારણે 475 લોકોનાં મોત થયા છે. એક દિવસમાં કોઇપણ દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણથી થયેલી મોતમાં આ સૌથી વધુ છે. કોરોના વાયરસને કારણે આખા વિશ્વમાં સ્થિતિ ઘણી જ ભયાનક થતી જાય છે. બ્રિટેનમાં પણ આ વાયરસથી મોતનો આંક વધીને 104 થઇ ગયો છે. બ્રિટિશ સ્વાસ્થ્ય સંગઠનોએ આ વાતની જાણકારી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેનમાં મોતનો આકંડો 598 પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની અસર આખા વિશ્વમાં ઘણી ખરાબ થઇ છે. દુનિયાભરમાં કુલ કોરોનાનાં દર્દીઓની સંખ્યા બે લાખથી વધુ થઇ ગઇ છે. દુનિયાભરમાંથી માત્ર 24 કલાકમાં 5400થી વધારે નવા કેસ સામે આવ્યાં છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં જ 1890 નવા દર્દીઓની પુષ્ટી કરવામાં આવી છે.

ઈટાલી સરકારે અત્યાર સુધી સંક્રમણને અટકાવાવ માટે શક્ય તમામ પગલા અને ઉપાય કર્યા છે, પણ હજુ પણ તેની કોઈ અસર દેખાતી નથી. ચીનનો મેડિકલ સ્ટાફ છેલ્લા 5 દિવસથી અહીં છે. પણ ગુરુવારે ઈટાલીમાં કુલ સંક્રમણનો આંક 35,713 થયો છે. સંક્રમિતો પૈકી 2,978 દર્દીના મોત થયા છે.એવું માનવામાં આવી શકે છે ઈટાલી સરકાર ગુરુવારે વધુ આકરા પગલા ભરી શકે છે.