કોરોનાઃ 24 કલાકમાં 4373 લોકોનાં મોત, નવા પોઝિટિવ કેસ 73,639

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ સંક્રમણની દૃષ્ટિથી માર્ચ મહિનાનો છેલ્લો દિવસ દુનિયા માટે ઘણો ખરાબ પુરવાર થયો છે. દુનિયાભરમાં સંક્રમણના 73,639 નવા કેસની સાથે રેકોર્ડ નોંધાયો છે. તેની સાથે કુલ સંક્રમિતો (Covid19)ની સંખ્યા વધીને 8,58,337 થઈ ગઈ છે. એટલું જ નહીં છેલ્લા 24 કલાકમાં આ સંક્રમણથી 4373 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને કુલ મોતનો આંકડો
 
કોરોનાઃ 24 કલાકમાં 4373 લોકોનાં મોત, નવા પોઝિટિવ કેસ 73,639

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ સંક્રમણની દૃષ્ટિથી માર્ચ મહિનાનો છેલ્લો દિવસ દુનિયા માટે ઘણો ખરાબ પુરવાર થયો છે. દુનિયાભરમાં સંક્રમણના 73,639 નવા કેસની સાથે રેકોર્ડ નોંધાયો છે. તેની સાથે કુલ સંક્રમિતો (Covid19)ની સંખ્યા વધીને 8,58,337 થઈ ગઈ છે. એટલું જ નહીં છેલ્લા 24 કલાકમાં આ સંક્રમણથી 4373 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને કુલ મોતનો આંકડો વધીને 42,140 પહોંચી ગયો છે. મંગળવારે પણ અમેરિકા (USA), સ્પેન (Spain), ઈટલી (Italy), ફ્રાન્સ (France) અને બ્રિટન (Britain) માટે ઘણો ખરાબ સાબિત થયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકા કોરોના વાયરસથી સંક્રમિતોથી ખરાબ રીતે પ્રભાવિત દેશોમાં નંબર એક પર છે. મંગળવારે અહીં 24,492 નવા કેસ સામે આવ્યા અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,88,280 થઈ ગઈ છે. અહીં 748 લોકોનાં મોત પણ થયાં જેમાં કુલ મોતનો આંકડો વધીને હવે 3883 થઈ ગયો છે. અમેરિકામાં મંગળવારથી પહેલા એક દિવસમાં આટલા કેસ ક્યારેય સામે નહોતા આવ્યા અને ન તો આટલા મોત થયા હતા. અમેરિકામાં સંક્રમિતોની સામે સાજા થઈ રહેલા લોકોની સંખ્યા પણ ઘણી ઓછી માત્ર 6461 છે. જ્યારે 3988 લોકો હવે પણ વેન્ટીલેટર્સના સહારે છે.

સ્પેનમાં મંગળવારે પણ 7967 કેસ સામે આવ્યા અને કુલ દર્દીઓની સંખ્યા વધીને 95,923 થઈ ગઈ છે. અહીં 748 લોકોના આ સંક્રમણથી અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા ત્યારબાદ મોતનો આંકડો વધીને 8664 થઈ ગયો છે. તમામ દાવા બાદ ઈટલી હજુ પણ આ સંક્રમણના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને મંગળવારે પણ અહીં 837 લોકોના મોત થઈ ગયા ત્યારબાદ કુલ મોતની સંખ્યા વધીને 12428 થઈ ગયો છે. અહીં 4053 નવા કેસ પણ સામે આવ્યા અને કુલ કેસ વધીને 1, 05,792 થઈ ગયા છે.

ફ્રાન્સમાં પણ 24 કલાકમાં 7578 નવા કેસ સામે આવ્યા છે અને કુલ કેસ વધીને 52128 થઈ ગયા છે. અહીં સક્રમિત કુલ 499 લોકોનાં મોત થઈ ગયા છે જેનાથી કુલ મોતની સંખ્યા વધીને 3523 થઈ ગઈ છે.બ્રિટનમાં સંક્રમણથી 381 લોકોનાં મોત થઈ ગયા અને 3009 નવા કેસ સામે આવ્યા છે. જર્મનીમાં પણ કુલ 4923 નવા કેસ સામે આવ્યા અને 130 લોકોનાં મોત થઈ ગયા

ઈરાનમાં 3110 નવા કેસ સામે આવ્યા જ્યારે 141 લોકોનાં મોત થયા છે. બેલ્જિયમમાં 192 લોકોનાં મોત થઈ ગયા જ્યારે 876 નવા કેસ સામે આવ્યા અને કુલ કેસ વધીને 12775 થઈ ગયા છે. નેધરલેન્ડ્સ પણ ખરાબ રીતે પ્રભાવિત રહ્યું અને 175 લોકોની આ સંક્રમણથી કુલ મોત થયા છે જ્યારે 845 નવા કેસ સામે આવ્યા. કેનેડા, પોર્ટુગલ, બ્રાઝીલ નવા હોટસ્પૉટઃ કેનેડા માટે પણ મંગળવારે ખરાબ પુરવાર થયો અને અહીં 1164 નવા કેસ સામે આવ્યા અને કુલ દર્દીઓની સંખ્યા વધીને 8612 થઈ ગઈ છે. કેનેડામાં 24 કલાકમાં 12 લોકોનાં મોત થયા જેનાથી કુલ મોતનો આંકડો 101 થઈ ગયો છે.