કોરોનાઃ દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5,638ના મોત, કુલ 2.86 કરોડ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દુનિયામાં સંક્રમિતોની સંખ્યા ત્રણ કરોડની નજીક પહોંચી ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, તેમાંથી બે કરોડથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 3.02 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને 5638 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં
 
કોરોનાઃ દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5,638ના મોત, કુલ 2.86 કરોડ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દુનિયામાં સંક્રમિતોની સંખ્યા ત્રણ કરોડની નજીક પહોંચી ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, તેમાંથી બે કરોડથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 3.02 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને 5638 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ 86 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 9 લાખ 18 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 2 કરોડ 5 લાખ દર્દીઓ સાજા થયા છે. સમગ્ર દુનિયામાં 71 લાખ એક્ટિવ કેસ છે, જેમની સારવાર ચાલી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોના કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ભારતમાં કોરોના દરરોજ સૌથી કેસ સામે આવી રહ્યા છે. જો કે, હાલમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 66 લાખ 35 હજારથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 44 હજાર કેસ નોંધાયા છે. ભારત દુનિયામાં કોરોના કેસ મામલે બીજા નંબરે છે.
અમેરિકા: કેસ- 66,635,933, મોત- 197,395
ભારત: કેસ- 4,657,379, મોત- 77,506
બ્રાઝીલ: કેસ- 4,283,978, મોત- 130,474
રશિયા: કેસ- 1,051,874, મોત- 18,365
પેરૂ: કેસ- 710,067, મોત- 30,344
કોલંબિયા: કેસ – 702,088, મોત- 22,518
સાઉથ આફ્રિકા: 646,398, મોત- 15,378
મેક્સિકો: કેસ- 652,364, મોત- 69,649
સ્પેન: કેસ- 576,697, મોત-29,747
અર્જેટીના: કેસ – 535,705, મોત- 11,148
23 દેશોમાં 2 લાખથી વધુ કોરોના કેસ

દુનિયાના 23 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા(5 લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી છે. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 65 હજારથી વધુ મોત થયા છે. ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ મામલે બીજા નંબર પર છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે જ ભારત બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.