આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે પત્રકારોને જોગ એક સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 164 કેસ નોંધાયા છે. હવે મે મહિનામાં લૉકડાઉન ખુલવા જઈ રહ્યુ છે ત્યારે આગામી દિવસોમાં લોકોની આદતમાં બદલાવ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલિકાના કમિશનર નેહરાએ જણાવે છે ,કે ‘અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરનારા નાગરિકોને 5,000 રૂપિયા સુધીનો દંડ છે. હવે જ્યારે મે મહિનામાં લૉકડાઉન ખૂલશે ત્યારે બઝારો ખુલશે. દુકાનો ખુલશે આ સ્થિતિમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે પાલિકાના તંત્રએ એક અગત્યનો નિર્ણય કર્યો છે. હવે શહેરમાં વેપારીઓ- ફેરીયાઓ અને સુપર માર્કેટમાં માસ્ક અને સેનિટાઇઝર રાખવા ફરજિયાત છે. જે આ નિયમ તોડશે તેમને 50,000 રૂપિયા સુધીનો દંડ થશે.

નિયમ શું છે? નેહરાએ જણાવ્યું કે અમદાવાદમાં 1 મેથી તમામ દુકાનદારોએ માસ્ક અને સેનિટાઇઝર રાખવા ફરજિયાત છે. માસ્ક ન રાખનાર વેપારીને પાંચ ગણો દંડ કરવામાં આવશે. જે સુપર માર્કેટમાં માસ્ક અને સેનિટાઇઝરની સુવિધા નહીં હોય તેને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. વેપારીને 25000 રૂપિયા સુધીનો દંડ કરાશે.

પાલિકાના કમિશનર નેહરા જણાવે છે કે, અમદાવાદના શાકભાજીના ફેરિયાઓથી કોરોનાનું સંક્રમણ ન પ્રસરે તે માટે તેમને મફતમાં માસ્ક અપાશે. પાલિકાએ સખી મંડળો પાસેથી કોટનના 3.50 લાખ માસ્ક ખરીદ્યા છે. અને આ માસ્ક સાથે સેનિટાઇઝરને મફતમાં ફેરિયાઓને વેચવામાં આવશે. જો તે લોકો માસ્ક નહીં પહેરે તો તેમને પણ દંડ કરવામાં આવશે. ફેરિયાઓને ઓછામાં ઓછો 2000 રૂપિયાનો દંડ થશે. નેહરાએ ઉમેર્યુ કે આ તકે અમને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ હૉમ આઇસોલેશનની સગવડ મળશે. દર્દીઓ પોતાની આર્થિક સ્થિતિ મુજબ હૉસ્પિટલની પસંદગી કરી શકશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code