આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરલને વધુ ફેલાતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનો કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. લોકડાઉનને કારણે રોજના કમાઈ ખાતાની હાલત કફોડી બની છે. તો બહારથી રોજગારી મેળવવા માટે આવતા લોકોની પરિસ્થિતિ પણ ખરાબ થઈ છે. સાહેબ મને ખાવાનું બનાવતા આવડતુ નથી. મારે શું કરવું સહિત લોકો ટોળા વળીને ઉભા છે, ક્રિકેટ રમે છે. દુકાનનું શટલ આગળથી બંધ રાખી પાછળથી ધંધો કરે છે. સહિતની વિવિધ ફરિયાદો સાથેના પોલીસ કન્ટ્રોલ રૂમને રોજના ૩૦૦થી વધુ કોલ મળી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસ કંન્ટ્રોલ રૂમમાં રોજના ૩૦૦થી કોલ આવી રહ્યા છે જેમા મોટાભાગના કોલ સોસાયટીના નાકે ટોળા ઉભા છે. ક્રિકેટ રમે છે. પાનનો ગલ્લો, ચાની ટપરી તો કેટાલાક દુકાનદારો આગળથી શટર બંધ રાખી પાછલા બારણે ધંધો કરતા હોવાની ફરિયાદ મળી હતી. તો કેટલાક કિસ્સામાં ભોજન માટે પણ કોલ મળી રહ્યા છે તે વચ્ચે એક કોલ એવો આવ્યો હતો ફોન કરનાર રોજગારી માટે બહારગામથી આવીને ભાડાના મકાનમાં રહે છે. તેનો પરિવાર વતનમાં રહે છે. અને પોતે રોજના મેસમાં જમે છે.

લોકડાઉનના કારણે મેસ બંધ થઈ જતા તેના જવાના ફાંફા પડી ગયા હતા. જેથી તેને કંન્ટ્રોલ રૂમમાં ફોન કરી સાહેબ મારી પત્ની ગામ ગઈ છે. મારે જમવાનું કેવી રીતે, પોલીસ પણ શાંતીપૂર્વક તેની વાત સાંભળી તેને આજુબાજુની દુકાનમાંથી કરિયાણા સહિતનું સામાન ખરીદી લેવા માટે કહ્ના બાદ વધુ પુછી તે પહેલા જ યુવકે સાહેબ અનાજ કરિયાણુ તો લઈ લેવા પણ મને ખાવાનું બનાવતા આવડતુ નથી મારે શું કરવુ કહી ફોન મુકી દીધો હતો. પોલીસ માટે આવા તો રોજના અનેક કોલ આવે છે અને પોલીસ રોજ અચંબામાં પડે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code