આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે તેવામાં સરકાર દ્રારા લોકડાઉન કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસ તથા લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં અવિરત ફરજ નિભાવતા ડોક્ટરો, નર્સો તથા પત્રકારો અને ફોટોગ્રાફરોના હિતમાં યોગ્ય નાણાકીય વળતર તાત્કાલિક જાહેર કરવા વિનંતી કરતી એક અરજી સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી ને કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરજીમાં જણાવ્યા અનુસાર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણથી ભારતમાં અનેક નાગરિકોના મોત થયા છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ પરિસ્થિતિમાં ભારત સરકારે આગામી 14 એપ્રિલ સુધી સમગ્ર ભારતમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં અવિરત ફરજ નિભાવતા પોલીસ કર્મીઓનું ફરજ દરમિયાન મૃત્યુ થાય તો તેના પરિવારને રૂ 25 લાખનું વળતર આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે.

સંકટની આ ઘડીમાં પોલીસ ઉપરાંત ડોક્ટરો-નર્સ તથા પેરામેડિકલ સ્ટાફ પણ દિવસ-રાત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તદુપરાંત શહેરો અને ગામડાઓમાં કોરોનાની તથા લૉકડાઉનની શું અસર થઈ રહી છે, નાગરિકોની લાગણી, માંગણી, અને મુશ્કેલીઓને તથા સરકાર દ્વારા લેવાતા તમામ નિર્ણયોની અને સેવાભાવી સંસ્થાઓ વ્યક્તિઓ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓના સમાચારો તથા માહિતી, અખબારો તથા ટીવી ચેનલનાં માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પત્રકારો તથા ફોટોગ્રાફર્સ જીવના જોખમે કરી રહ્યા છે.

અરજદારની માંગ છે કે, કોરોના વાયરસની સંકટ પરિસ્થિતિમાં ફરજ બજાવતા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના
ડોક્ટરો-નર્સઓ, પેરામેડિકલ સ્ટાફ તથા અખબારો અને સરકારી તથા ખાનગી ટીવી ચેનલોના પત્રકારો, ફોટોગ્રાફરો કે મહત્વની કામગીરી સાથે જોડાયેલા કોઈપણ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારના સભ્યોને રૂપિયા 25 લાખનું વળતર આપવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે. અરજીમાં એ પણ રજૂઆત કરવામાં આવી છે કે, અરજદાર એક સામાજિક કાર્યકર છે અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે ભેદભાવ વગર આકસ્મિક અને ભયાનક મુશ્કેલીઓના સમયમાં સમાજ માટે અવિરત ફરજ નિભાવતા સેવા આપનાર તમામની
યોગ્ય કદર થાય અને સમાન ફરજ સમાન લાભ જેવા સમાનતાના સિદ્ધાંતને ધ્યાનમાં લઈ ઉપરોક્ત મુજબની રજૂઆત કરી છે અને આ અરજી ઉપર તાત્કાલિક નિર્ણય લેવા માટે વિનંતી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code